Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mohammed Rafi-'‘बाबुल की दुआएँ लेती जा' ગીત રડતાં રડતાં ગાયેલું

Mohammed Rafi- ન ભૂતો ન ભવિષ્યતિ એવા અમર ગાયક. કોઈ પણ ગીત હોય તો પહેલાં એ જાણી લેતા કે ગીતની સિચ્યુએશન કી છે?કયા કલાકાર ઉપર એ ફિલ્માવવાનું છે? .. અને એ ગીત રેકોર્ડ થતું ત્યારે જાદુ સર્જાતો. આજે પણ આંખો...
mohammed rafi  ‘बाबुल की दुआएँ लेती जा  ગીત રડતાં રડતાં ગાયેલું

Mohammed Rafi- ન ભૂતો ન ભવિષ્યતિ એવા અમર ગાયક. કોઈ પણ ગીત હોય તો પહેલાં એ જાણી લેતા કે ગીતની સિચ્યુએશન કી છે?કયા કલાકાર ઉપર એ ફિલ્માવવાનું છે? .. અને એ ગીત રેકોર્ડ થતું ત્યારે જાદુ સર્જાતો. આજે પણ આંખો બંધ કરી રફીસાબનું કોઈ પણ ગીત સાંભળીએ તો ખાતરી પૂર્વક કહી શકીએ કે આ ગીત શામમિકપૂર,દેવાનંદ,રાજેન્દ્રકુમાર કે મહેમુદ માટે ગવાયું હશે.

Advertisement

ફિલ્મ-નિલકમલનું એક ગીત. ‘बाबुल की दुआएँ लेती जा जा तुझ को सुखी संसार मिले ’ સંગીતકાર રવિ હતા. એનું રેકોર્ડીંગ ચાલે. પણ ગીત ગાતાં ગાતાં મોહમ્મદ રફી ભાવુક થઈ ગયા. રડતા રડતા ગીત રેકોર્ડ કર્યું.

ગીતના શબ્દો જ એવા છે અને એમાં રફીસાહેબની ગાયકીએ ગીતને નવું જ પરિમાણ આપ્યું. આજે પણ આ ગીત સાંભળી કોઈ પણ દીકરીના માબાપની આંખમાં આંસુ હોય જ.

Advertisement

.'દિલ તેરા દિવાના હૈ સનમ', 'આને સે ઉસકે', 'તુમ મુઝે યું ભુલા ના પાઓગે' જેવા મખમલી ગીતોને પોતાનો અવાજ આપનાર મોહમ્મદ રફીના ઘણા ગીતો છે જે આજે પણ લોકોના દિલમાં વસે છે. પ્રેમની અભિવ્યક્તિ હોય કે હૃદયની પીડા, મોહમ્મદ રફીએ દરેક પરિસ્થિતિ માટે ગીતો ગાયા છે. રફી સાહેબના ગીતો આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

ગાયકીના બાદશાહ મોહમ્મદ રફીની કારકિર્દી ત્રણ દાયકાથી વધુ હતી, જેમાં તેમણે ઘણા સુપરહિટ ગીતો ગાયા હતા. તેમણે હજારો ગીતો ગાયાં Mohammed Rafiનું એક ગીત એવું છે, જેનું રેકોર્ડિંગ કરતી વખતે  પોતે પણ એટલા ભાવુક થઈ ગયા કે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં.

Advertisement

નીલ કમલનું કન્યાવિદાયનું ગીત

'બાબુલ કી દુઆં લેતી જા'. નિર્દેશક રામ મહેશ્વરીની ફિલ્મ 'નીલ કમલ'નું આ ગીત આજે પણ લોકોને ભાવુક બનાવે છે.

જ્યારે મોહમ્મદ રફી રેકોર્ડિંગ રૂમમાં ખૂબ જ રડવા લાગ્યા 

1966માં રિલીઝ થયેલી 'નીલ કમલ'માં વહીદા રહેમાન, રાજકુમાર અને મનોજ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું ગીત 'બાબુલ કી દુઆં લેતી જા' રેકોર્ડ કરતી વખતે મોહમ્મદ રફી રેકોર્ડિંગ રૂમમાં જ રડવા લાગ્યા હતા. મોહમ્મદ રફીને રડતા જોઈ ત્યાં હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

રેકોર્ડિંગનો એક ટેક પૂરો થયો. સ્ટુડિયોમાં સાજિંદા સહિત તમામ ગમગીન હતા. પણ રફી સાહેબ તો ગીત પૂરું થયા પછી પણ હિબકે ચડેલા.

સંગીતકારે રેકોરડીસ્ટ સાથે ચર્ચા કરી. ઓરકેસ્ટ્રાના સાઉન્ડ લેવલમાં થોડી ગરબડ હતી... પણ રફીસાબને રિટેક માટે કહેવું કેમ? અને એ ગીત જેમ રેકોર્ડ થયેલું એમ જ ફાઇનલ રખાયું પણ રફી સાહેબે જે કરૂણતાથી ગાયેલું એનાથી એ ગીત ઇતિહાસ બની ગયું.     

રેકોર્ડિંગના એક દિવસ પહેલા મોહમ્મદ રફીની પુત્રીની સગાઈ થઈ હતી.

ખરેખર, આ ગીતના રેકોર્ડિંગના એક દિવસ પહેલા જ રફી સાહેબની પુત્રીની સગાઈ હતી. રફી સાહેબની દીકરીના લગ્ન 2 દિવસ પછી થવાના હતા. આવી સ્થિતિમાં જ્યારે તેમણે આ ગીત ગાયું ત્યારે તે પોતાના આંસુ પર કાબૂ રાખી શકયા નહીં. તેમણે લગભગ 50 વર્ષ પહેલા એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું - 'જ્યારે હું ગીત રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે મારા મગજમાં મારી દીકરીની વિદાઇ મનમાં આવી ગઈ.

"જાણે ડોળીમાં બેસીને મારી દીકરી મારાથી અલગ થઈ રહી છે અને હું મારી જાત પર કાબૂ રાખી શક્યો નહીં."

આવું જ આ ગીતના શૂટિંગમાં થયું. બલરાજ સાહની પર ગીત ફિલ્માવાયુ. એ પણ એટલા ભાવુક થઈ ગયેલા કે દિગ્દર્શક રવિ નાગાઇચે ગણતરીના શોટ્સમાં જ ગીત ફિલમાવ્યું. કારણ બલરાજ સાહની દરેક ટેકમાં ભાવુક થઈ રડી પડતાં.  

આજે પણ આ ગીત લોકોની આંખોમાં આંસુ લાવે છે.

'નીલ કમલ'નું વિદાય ગીત 'બાબુલ કી દુઆં લેતી જા' એવું ગીત છે જે આજે પણ જ્યારે પણ છોકરીના લગ્નમાં વગાડવામાં આવે છે ત્યારે લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. આ સુપરહિટ ગીત માત્ર તે જમાનામાં જ નહીં પરંતુ આજે પણ ઘણું પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચો- Amitabh Bachchan-બોફોર્સ કાંડમાં નામ આવતાં બેકાર થઈ ગયા 

Advertisement

.