Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Meena Kumari-અપ્રતિમ સુંદરી જેનું જીવન જ એક અભિશાપ

Meena Kumari - The tragedy Queen  -મૂળ મહજબીન બાનો (1 ઓગસ્ટ 1933- 31 માર્ચ 1972).   એક ભારતીય અભિનેત્રી અને કવિયત્રી હતી, જેણે હિન્દી ફિલ્મોમાં નામ કર્યું હતું. The tragedy queen તરીકે પ્રખ્યાત,.. પણ એમનું અંગત જીવન એટલે કરુણતાની પરાકાષ્ઠા....
meena kumari અપ્રતિમ સુંદરી જેનું  જીવન જ એક અભિશાપ

Meena Kumari - The tragedy Queen  -મૂળ મહજબીન બાનો (1 ઓગસ્ટ 1933- 31 માર્ચ 1972).  

Advertisement

એક ભારતીય અભિનેત્રી અને કવિયત્રી હતી, જેણે હિન્દી ફિલ્મોમાં નામ કર્યું હતું. The tragedy queen તરીકે પ્રખ્યાત,.. પણ એમનું અંગત જીવન એટલે કરુણતાની પરાકાષ્ઠા.

ભારતીય સિનેમાના ઈતિહાસમાં શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં મિનાકુમારીની ગણના થાય છે. છે. 33 વર્ષની કારકિર્દીમાં, બાળ અભિનેત્રીથી લઈને જન્નતનશીં થયાં ત્યાં સુધી મીનાકુમારીએ 90 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

Advertisement

મીનાકુમારીએ શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. 1954 માં બૈજુ બાવરા માટે પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીત્યો અને પરિણીતા માટે બીજો ફિલ્મફેર પુરસ્કાર (1955) માં સતત જીત્યો. મીનાકુમારીએ 10મા ફિલ્મફેર એવોર્ડ્સ (1963)માં ત્રણેય શ્રેષ્ઠ અભિનેત્રીના નામાંકન મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને સાહિબ બીબી ઔર ગુલામમાં તેના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો., તેણીએ કાજલ માટે તેણીનો છેલ્લો 13મો ફિલ્મફેર એવોર્ડ્સ (1966) શ્રેષ્ઠ અભિનેત્રીનો જીત્યો.

વિવેચકોએ નોંધ્યું છે કે સાહિબ બીબી ઔર ગુલામમાં તેમનું પાત્ર તેમના જીવન જેવું જ છે.

Advertisement

દો બીઘા જમીન (1953), દિલ અપના ઔર પ્રીત પરાઈ (1960), આરતી (1962), મૈં ચૂપ રહુગી (1962), દિલ એક મંદિર (1963), ફૂલ ઔર પથ્થર. (1966) અને મેરે અપને (1971) જેવી કલ્ટ ફિલ્મોમાં પણ અભિનય આપ્યો.

મીના કુમારીનું જીવન કાંટાથી ભરેલું હતું. એમણે એક ડિરેક્ટરના ખરાબ ઈરાદાઓ વિશે અવાજ ઉઠાવ્યો અને પોતાની સાથે વેશ્યા જેવુ વર્તન થતું હોવાનું કહ્યું ત્યારે તેમને  ખુદ તેમના પતિ કમાલ અમરોહીએ 31 થપ્પડ મારેલી.

મીનકુમારીનો દુ:ખ સાથેનો સંબંધ જન્મથી જ હતો. પિતાને દીકરો જોઈતો હતો અને જ્યારે દીકરી મળી ત્યારે તેણે દીકરીને યતિમખાનાના દરવાજે છોડી દીધી. દીકરી ન મળતાં પત્નીએ કલ્પાંત કર્યું પણ પુરુષપ્રધાન સમાજમાં એ કલ્પાંત અરણ્યરૂદન જ બની રહ્યું.   

અન્યથાલયમાં મોટી થયેલી મહજબીન બાનોએ નાની ઉંમરે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે મોટી થઈ, ત્યારે તે એક ઉત્તમ અભિનેત્રી તરીકે ઉભરી એ જ મિનાકુમારી (Meena Kumari ).તેના કરતા 15 વર્ષ મોટા દિગ્દર્શકના પ્રેમમાં પડી.એ હતા કમાલ અમરોહી.તેઓએ મીનાકુમારીને બંધનો-પ્રતિબંધો લગાવ્યા પરંતુ મીનાએ એ અવગણી ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું.પતિના સહાયક બકર અલી પાસે મીનાની જાસૂસી કરાવી.

એકવાર જ્યારે ગુલઝાર સાહબ Meena Kumari  ના મેક-અપ રૂમમાં ગયા, ત્યારે બકર અલીએ તેને બધાની સામે ગુલઝારને અપમાનિત કર્યા. જ્યારે મીનાએ તેના પતિને આ વિશે ફરિયાદ કરી તો ઊલટાનું મીનકુમારીને માર પડ્યો. આનાથી મીના એટલી હદે દુઃખી થઈ ગઈ કે તેણે કમલ સાહેબનું ઘર છોડી દીધું અને છૂટાછેડા લઈ લીધા.

ધીમે-ધીમે બંને પક્ષો તરફથી પહેલ કરવામાં આવી અને તેઓએ ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ તેના માટે પહેલા હલાલા કરવા પડે. માટે પહેલા ઝીનત અમાનના પિતા અમાનઉલ્લા ખાન સાથે હલાલા કર્યા અને પછી કમાલ અમરોહી સાથે પનર્લગ્ન કર્યાં. આ ઘટનાથી મીના કુમારી એટલી હદે દુઃખી થઈ ગઈ કે તેણે પોતાને એક વેશ્યા ગણી.

એક ડિરેક્ટરે મીના કુમારીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. તેઓને બંધ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેઓએ Meena Kumari  નો લાભ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે એણે ચીસો પાડી જેના કારણે ગુસ્સે ભરાયેલા ડિરેક્ટરે તેને થપ્પડ મારતો સીન ફિલ્માવ્યો અને હીરોની પહેલી જ થપ્પડ પર મીના રડી પડી. પોતાના અપમાનનો બદલો લેવા માટે ડિરેક્ટરે મીનાને 31 વાર થપ્પડ મારવાના રિટેક કર્યા.

જીવનમાં અનેક પુરુષોએ તેને ભોગવી.પરિણામે મિનાકુમારી નિમફોમેનિક બની ગઈ.શરૂઆતમાં જીવનના અંતિમ દિવસોમાં મીના કુમારીને અનિદ્રાની સમસ્યા હતી જેના કારણે ડૉક્ટરે તેમને થોડો થોડો આલ્કોહોલ પીવાની સલાહ આપી હતી. ડિપ્રેશન હળવું કરવા દારૂનો સહારો લીધો પણ દારૂના અતિરેકથી એ આલ્કોહોલિક બની ગઈ.. તે 1 પેગ ક્યારે 1 બોટલ બની ગયો એની ખબરે ય ન પડી.

આ દિવસોમાં મિનાકુમારીને ફિલ્મ ફૂલ ઔર પથ્થરથી  ધર્મેન્દ્રનો સહારો મળ્યો પણ લાગણીઓ અને પ્રેમ માટે એ ઘણું મોડું હતું. ધીમે ધીમે મીના કુમારી ધીમા મોતે મારવા લાગી.

કમાલ અમરોહી પતિ હતા પણ Meena Kumari તો એમના માટે એક હિરોઈન માત્ર હતી. માનસિક અને શારીરિક રીતે ખલાસ થઈ ગયેલી મીના કુમારીને લઈ કમાલ અમરોહી એમના ડ્રીમ પ્રોજેક્ટ પાકીઝામાં મિનાકુમારી પાસે શૂટિંગ કરાવતા હતા.ફિલ્મ પાકીઝા માં ઘણા મુજરા હતા અને એ ય ક્લાસિક હતા.મિનાકુમારીની હાલત નૃત્ય કરવા જેવી નહોતી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મ પાકીઝામાં

મિનાકુમારીને બદલે પદ્માખન્નાએ ડમી તરીકે ડાન્સ કર્યાં હતા. માત્ર Close upsમાં જ મિનાજી હતાં.

ફિલ્મ ભવ્ય હતી.સીનેમાસ્કોપ ફોર્મેટમાં હતી. ફિલ્મ સફળ હતી પણ એ ફિલ્મના પ્રીમિયર સુધી મિનાકુમારી સુપર્દેખાક થઈ ગયેલાં.

મિનાકુમારીને કુદરતે સૌંદર્ય,નજાકતતા અને Husky Voice આપેલો જે આજ સુધી બોલીવુડમાં કોઈ અભિનેત્રીને આપી નથી.  પણ મિનાકુમારીના જેવી પીડા,દુ:ખ જાણીને એમ લાગે કે “હે પ્રભુ,આવું દુ:ખ દુશ્મનને ય ન આપે.   

Meena Kumari ને જે શ્રધ્ધાંજલિ નરગિસે આપી એ બે શબ્દોમાં જ મિનાજીનું જીવનચરિત્ર આવી જાય- નરગીસ દત્તે લખ્યું હતું કે,હેપ્પી ડેથ મીના”

આ પણ વાંચો- BOLLYWOOD – સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રી નલિની જયવંત 

Advertisement

.