ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોવિડના નિયંત્રણો ફરી લાગુ? ટ્રેનમાં હવે માસ્ક ફરજીયાત

રેલ મુસાફરી દરમિયાન કોરોના પ્રોટોકોલ ફરી પાછો આવી રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા રેલ્વેએ ફરી મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, પેસેન્જર નીરજ શર્માએ તમામ ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજર (CCM)ને પત્ર મોકલીને બોર્ડની સૂચનાઓ જણાવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી
08:45 AM May 11, 2022 IST | Vipul Pandya
રેલ મુસાફરી દરમિયાન કોરોના પ્રોટોકોલ ફરી પાછો આવી રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા રેલ્વેએ ફરી મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, પેસેન્જર નીરજ શર્માએ તમામ ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજર (CCM)ને પત્ર મોકલીને બોર્ડની સૂચનાઓ જણાવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું.
રેલ્વેએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા 22 માર્ચે કોવિડને લઈને જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવું જોઈએ. એટલું જ નહીં, જો મુસાફરો માસ્ક વિના મુસાફરી કરતા જોવા મળે તો આવા મુસાફરોને દંડ થઈ શકે છે. લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. રેલવે બોર્ડે તમામ ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરો માટે માસ્ક પહેરવાનું જરૂરી બનાવ્યું છે. રેલવે સ્ટાફને પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
 કોરોનાના કેસ ઘટ્યા બાદ રેલવેએ માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું ન હતું. ત્યારથી, રેલ્વે મુસાફરો માસ્ક વિના ટ્રેનમાં મુસાફરી કરી શકતા હતા.  માસ્ક ઉપરાંત પહેલાની જેમ રેલ્વેમાં પેન્ટ્રી અને બેડ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે દેશમાં કોરોનાની વધતી ઝડપને કારણે, રેલ્વે ફરીથી કોવિડ પ્રોટોકોલ તરફ આગળ વધી રહી છે.  માસ્ક પહેરીને મુસાફરી કરવાનું ફરીથી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ટ્રેનમાં માસ્ક વગર મુસાફરી કરનાર લોકોને દંડ પણ ભરવો પડશે.
Tags :
CoronaCovid19GujaratFirstMaskRailwaytrain
Next Article