Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, ગીફ્ટની તૈયારી પહેલેથી જ કરી હતી’ નારી શક્તિ વંદન બિલ પર બોલ્યા PM

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર મંગળવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટ પાસે આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો. આ પહેલા તેમણે સભા સ્થળ તરફ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકોએ તેમનું ભવ્ય...
09:23 PM Sep 26, 2023 IST | Vishal Dave

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર મંગળવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટ પાસે આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો. આ પહેલા તેમણે સભા સ્થળ તરફ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી  અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ તેમને આવકારવા મોટી સંખ્યામાં મહિલાઓ એરપોર્ટ પર પહોંચી હતી . મહિલાઓ દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં આવ્યું. જીપમાં પીએમ સાથે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ અને સીઆર પાટીલ જોડાયા હતા મહિલા અનામત અંગે બિલ પસાર થતાં મહિલાઓ પીએમનું અભિવાદન કરવા પહોંચી હતી.. એરપોર્ટ બહાર ગુજસેલ પાસે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. .

નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઊમટી પડી. સ્ટેજ પર  માત્ર મહિલા નેતાઓને જ સ્થાન આપવામાં આવ્યું હતું.. કાર્યક્રમ સ્થળ ખીચોખીચ મહિલાઓથી ભરાયેલુ જોવા મળ્યું હતું. . કાર્યક્રમમાં મહિલાઓએ ગરબા પણ કર્યા હતા..

પીએમ મોદીએ તેમના સંબોધનમાં શું કહ્યુ તેના પર નજર કરીએ

વર્ષો પહેલા ગુજરાતની ધરતી પર આ સપનું જોયું હતું

માતા-બહેનોના આશીર્વાદ મળે એનાથી મોટું સૌભાગ્ય શું હોય, અહીં આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો, આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું, આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું.

રક્ષાબંધનની ગીફ્ટ મેં પહેલેથી તૈયાર કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ

હંમેશની જેમ રક્ષાબંધન પર તમારી ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ. નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છા આપું છું. બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો.

મહિલા અધિકારોની વાત પર બહાના બતાવવામાં આવતા હતા

તેમણે વધુમાં જણાવતાં કહ્યું, દેશ આ રીતે જ વિકાસ ના કરી શકે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં, ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું, દલિત અને આદિવાસી સમાજને પણ અમે પદ આપ્યું છે.

લાખ્ખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે

ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે.

Tags :
dreamsfulfillGuaranteeNari Shakti Vandana Billpm modiwomen
Next Article