ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mandira Bedi- મંદિરા બેદીએ જણાવી ક્રિકેટ જગતની ‘કાળી બાજુ’

Mandira Bedi-એક્ટ્રેસ અને સ્પોર્ટ્સ ( ક્રિકેટ) એન્કર મંદિરા બેદીએ 2003માં  ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરીને ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. અભિનયની સાથે સાથે મંદિરાએ  ક્રિકેટમાં પણ પોતાનું ગ્લેમર ઉમેર્યું છે. એક ઈન્ટરવ્યુમાં મંદિરા બેદીએ ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરતી વખતે Mandira...
01:15 PM Jun 27, 2024 IST | Kanu Jani

Mandira Bedi-એક્ટ્રેસ અને સ્પોર્ટ્સ ( ક્રિકેટ) એન્કર મંદિરા બેદીએ 2003માં  ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરીને ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. અભિનયની સાથે સાથે મંદિરાએ  ક્રિકેટમાં પણ પોતાનું ગ્લેમર ઉમેર્યું છે.

એક ઈન્ટરવ્યુમાં મંદિરા બેદીએ ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરતી વખતે Mandira Bedi પોતાના અનુભવો શેર કર્યા છે. તેણે કહ્યું છે કે કેવી રીતે લાખો લોકોની નજર તેના પર ટકેલી હતી. તેણે લિંગ ભેદભાવ વિશે પણ વાત કરી છે, જેનો તેણે ક્રિકેટ નિષ્ણાતો સાથે બેસીને દરરોજ સામનો કરવો પડતો હતો.

મહિલા હોસ્ટ્સ ક્રિકેટ શોમાં ભાગ્યે જ જોવા મળતી

એ સમયે (2003)માં મહિલા હોસ્ટ્સ ક્રિકેટ શોમાં ભાગ્યે જ જોવા મળતી હતી. જોકે, મંદિરાએ આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને તેણે ક્રિકેટ શો હોસ્ટ કર્યો હતો. જોકે, શરૂઆતમાં અભિનેત્રીને રમતની દુનિયામાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. Mandira Bedi એ એ પણ જણાવ્યું હતું કે તે એક અઠવાડિયા સુધી દરરોજ સતત રડતી હતી.

મંદિરાને બાળપણથી જ  ક્રિકેટનો ઘણો શોખ હતો. તે મિત્રો સાથે  ક્રિકેટ વિશે વાતો કરતી હતી. વર્ષ 2002માં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ મેચ જોવા માટે તે કોલંબો આવી હતી. આ મેચ દરમિયાન Mandira Bedi ની મુલાકાત સોની મેક્સના હેડ સ્નેહા રજની સાથે થઇ અને બંનેએ  ક્રિકેટ વિશે ઘણી વાતો કરી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ પરત ફર્યાના એક મહિના પછી તેને સોની તરફથી 2003 વર્લ્ડ કપની યજમાની કરવાનો ફોન આવ્યો.

અઠવાડિયા સુધી શો બાદ તે રડ્યા જ કરતી

આ માટે હજારો છોકરીઓએ ઓડિશન આપ્યું હતું, પરંતુ સ્નેહાએ મંદિરા બેદીને પસંદ કરી. જોકે, મંદિરા ક્રિકેટ હોસ્ટિંગમાં તદ્દન નવી હતી. તેની માટે આ કામ સરળ નહોતું, કારણ કે તેની આજુબાજુ  ક્રિકેટના ખેરખાંઓ હતા જે  ક્રિકેટની નસનસથી વાકેફ હતા. તેમને તેમની પેનલમાં મહિલા હોસ્ટ આવે તે પસંદ નહોતું પડ્યું. તેથી મંદિરા જ્યારે પણ સવાલ પૂછતી તો તેઓ તેને અવગણતા અને પોતાની કોમેન્ટરી ચાલુ રાખતા.

જોકે, આ ફિલ્ડમાં નવી સવી હોવાને કારણે મંદિરાના સવાલો પણ બાલિશ હતા, પણ તેનો  ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ ભારોભાર જણાઇ આવતો હતો. પોતાની અવગણના થવાથી મંદિરાને ઘણું રડવું આવતું હતું. અઠવાડિયા સુધી શો બાદ તે રડ્યા જ કરતી હતી. જોકે, પછી એક દિવસ તેને કહેવામાં આવ્યું કે તેણે કંટાળાજનક પેનલમાં થોડી મજા લાવવી જોઈએ. ત્યાર પછી મંદિરાએ નર્વસનેસ છોડીને દિલથી શો હોસ્ટ કર્યો અને પોતાના બાલિશ સવાલોથી લોકોની લાડકી પણ બની ગઇ. લોકો તેની હિંમતની દાદ આપવા માંડ્યા.

મંદિરાએ શેર કર્યું કે ટાઈગર પટૌડી એકવાર તેના સ્ટુડિયોમાં આવ્યા અને કહ્યું, ‘શું તમે એ જ Mandira Bedi છો જેના વિશે બધા વાત કરે છે?’ ત્યારે મને મારી બધી મહેનત લેખે લાગી એમ લાગ્યું.

મંદિરા બેદીએ 2007  ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કર્યો હતો. તેણે 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL સિઝન 2નું હોસ્ટિંગ પણ કર્યું હતું.

આ પણ વાંચો- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે SEMI FINAL નો મહાજંગ, જાણો મેચમાં કોનું પલડું ભારે

Next Article