Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections 2024-ગાંધી પરિવાર આમ આદમી પાર્ટીને આપશે મત

Lok Sabha Elections 2024-સોનિયા અને રાહુલ પહેલીવાર આમ આદમી પાર્ટીને કરશે વોટ, જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય? બીજેપીએ અત્યાર સુધી 11 વખત નવી દિલ્હી લોકસભા સીટ જીતી છે. આ વખતે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી...
lok sabha elections 2024 ગાંધી પરિવાર આમ આદમી પાર્ટીને આપશે મત

Lok Sabha Elections 2024-સોનિયા અને રાહુલ પહેલીવાર આમ આદમી પાર્ટીને કરશે વોટ, જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય?

Advertisement

બીજેપીએ અત્યાર સુધી 11 વખત નવી દિલ્હી લોકસભા સીટ જીતી છે. આ વખતે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી સોમનાથ ભારતી મેદાનમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે Lok Sabha Elections 2024માં કોંગ્રેસે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેમને ઉમેદવારો નથી મળી રહ્યા, તેથી જ કોંગ્રેસનો રાજવી પરિવાર પહેલીવાર દિલ્હીમાં પોતાની જ પાર્ટીને મત નહીં આપે. વાસ્તવમાં, નવી દિલ્હી લોકસભા સીટ પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી જ્યાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા કોંગ્રેસના મોટા નેતાઓ મતદાતા છે. એટલા માટે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દિલ્હીમાં પોતાની પાર્ટીને વોટ નહીં આપે. નવી દિલ્હી લોકસભા સીટ માટે આ વખતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.

Advertisement

AAP આજ સુધી નવી દિલ્હી સીટ જીતી શકી નથી

આઝાદી બાદ આ પહેલીવાર છે જ્યારે Lok Sabha Elections 2024માં કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં નથી. કોંગ્રેસ અહીં સ્પર્ધામાંથી બહાર છે. કોંગ્રેસના ઘણા નેતાઓ એવું પણ માને છે કે આમ આદમી પાર્ટી આજ સુધી નવી દિલ્હી લોકસભા સીટ જીતી શકી નથી, જ્યારે કોંગ્રેસ 7 વખત નવી દિલ્હી લોકસભા ચૂંટણી જીતી ચુકી છે. આમ છતાં કોંગ્રેસે આ બેઠક છોડવી પડી હતી. દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ સમજૂતીને કારણે કોંગ્રેસ અહીં હરીફાઈમાં નથી. આ એ જ બેઠક છે જ્યાં મતદારોમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા વાડ્રાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના નેતાઓ ગઠબંધનની વિરુદ્ધ કેમ હતા?

કોંગ્રેસના ઘણા વરિષ્ઠ અને સ્થાનિક નેતાઓ Lok Sabha Elections 2024 માટેની આ સમજૂતી અંગે પોતાનો વાંધો શાંત સ્વરમાં વ્યક્ત કરી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં દિલ્હી કોંગ્રેસના મોટાભાગના નેતાઓ આ ગઠબંધનની વિરુદ્ધમાં હતા. તેનું મોટું કારણ એ છે કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહ અને અન્ય સભ્યોએ દિલ્હી વિધાનસભામાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને વિધાનસભામાં મૂકવામાં આવ્યો એટલું જ નહીં, વિધાનસભા અધ્યક્ષ સહિત આમ આદમી પાર્ટીના મોટાભાગના સભ્યોએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું.

Advertisement

કેજરીવાલે સોનિયાની ધરપકડની માંગ કરી છે

એટલું જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પોતે ભૂતકાળમાં સોનિયા ગાંધીની ધરપકડની માંગ કરી છે. AAP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેના સંબંધો હજુ પણ સુમેળભર્યા નથી. પંજાબમાં કોંગ્રેસ અને AAP હજુ પણ એકબીજાની વિરુદ્ધ છે અને અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે.

બાંસુરી સ્વરાજ Vs સોમનાથ ભારતી

તે જ સમયે, બીજેપીએ અત્યાર સુધી 11 વખત નવી દિલ્હી લોકસભા સીટ જીતી છે. આ વખતે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી સોમનાથ ભારતી મેદાનમાં છે. સોમનાથ ભારતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને દિલ્હી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

ભાજપના ઉમેદવાર બંસુરી સ્વરાજે વોરવિક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે લંડનની BPP લૉ સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ કૅથરિન કૉલેજમાંથી માસ્ટર્સ કર્યું. AAPના સોમનાથ ભારતીની વાત કરીએ તો તેઓ વ્યવસાયે વકીલ પણ છે. તેઓ દિલ્હીની કેજરીવાલ સરકારમાં કાયદા મંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. સોમનાથ ભારતીએ 1997માં IIT દિલ્હીથી MSc કર્યું હતું. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી લો કર્યું અને દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી.

આ પણ વાંચો- Aligarh : અમે એવું તાળું લગાવ્યું છે કે, ‘રાજકુમારો’ને નથી મળી રહી ચાવી, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર…

Advertisement

.