Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Loksabha Elections 2024-બંગાળમાં ECની અગમચેતી

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીને (LokSabha elections) લઈને ચૂંટણી પંચે (EC) મહત્વનો નિર્ણય લીધો છે. અહીં મતદાન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં જીપીએસ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે (GPS tracking system in Vehicles). પંચે કહ્યું છે કે આ સંબંધમાં માહિતી મતદાન...
01:17 PM Apr 09, 2024 IST | Kanu Jani

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીને (LokSabha elections) લઈને ચૂંટણી પંચે (EC) મહત્વનો નિર્ણય લીધો છે. અહીં મતદાન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં જીપીએસ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે (GPS tracking system in Vehicles). પંચે કહ્યું છે કે આ સંબંધમાં માહિતી મતદાન કર્મચારીઓને મોકલી દેવામાં આવી છે.

GPS ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ

અધિકારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણીના એક દિવસ પહેલા વિતરણ/ફેલાવ કેન્દ્ર અને પ્રાપ્તિ કેન્દ્ર (DCRC) થી મતદાન મથક સુધી EVM અને અન્ય મતદાન સામગ્રીની હિલચાલ પર નજર રાખવા માટે GPS ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.” આ સિવાય મતદાન બાદ સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવતી વખતે કોઈ ચેડાં ન થાય તેનું ધ્યાન રાખવામા આવશે.

ચૂંટણી પંચે વહીવટીતંત્રને Loksabha Elections 2024માં જો કોઈ ગેરરીતિઓ ધ્યાનમાં આવે તો તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે, તેમજ સંબંધિત વાહનોના ડ્રાઈવરો અને EVMના ઈન્ચાર્જ સ્ટાફની પણ પૂછપરછ કરવા જણાવ્યું છે.

 વિભાગ અર્નબ ચેટર્જીને CEC માં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી નિયુક્ત

એક સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ચેટરજીએ રાહુલ નાથનું સ્થાન લીધું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં Loksabha Elections 2024 ચૂંટણી યોજાશે. બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 4 જૂને દેશભરમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.

ભાજપ બંગાળમાં મમતા બેનર્જીની TMC સાથે સીધો મુકાબલો

ગત વખતની જેમ આ વખતે પણ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ બંગાળમાં મમતા બેનર્જીની TMC સાથે સીધો મુકાબલો કરવા જઈ રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં (Loksabha Elections 2024)ભાજપ અને ટીએમસી વચ્ચે ગાઢ મુકાબલો હતો. જ્યારે ભાજપે 18 બેઠકો જીતી હતી, જ્યારે TMCએ 22 બેઠકો જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં 17 ટકા મતો સાથે માત્ર બે બેઠકો જીતનાર ભાજપે 2019માં 40 ટકા મતો સાથે 18 બેઠકો જીતીને જબરદસ્ત રાજકીય ખળભળાટ મચાવ્યો હતો.

આ પણ વાંચો- ECI નો મોટો નિર્ણય, બંગાળમાં CAPFની વધુ 100 કંપનીઓ ચૂંટણી ફરજ પર કરાશે તૈનાત 

Next Article