Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election-2024 : ઉદ્ધવ ઠાકરેના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતદ્વેષ

Lok Sabha Election-2024નો હવે મહારાષ્ટ્રમાં જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના...
lok sabha election 2024   ઉદ્ધવ ઠાકરેના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતદ્વેષ

Lok Sabha Election-2024નો હવે મહારાષ્ટ્રમાં જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના વિકાસની વાત કરે છે. ભાષા કે ધર્મને આધારે તેઓ કોઈ ભેદભાવ કરવામાં માનતા નથી. એકનાથ શિંદે રાજ્યના વિકાસમાં ગુજરાતની સાથે મળીને આગળ વધવાનો પ્રગતિશીલ વિચાર ધરાવી રહ્યા છે.

Advertisement

ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતદ્વેષ

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યના હકના પ્રોજેક્ટ ગુજરાત અને અન્ય રાજ્યોમાં લઈ જવાના બનાવ નોંધાઈ રહ્યા છે. દેશમાં ઈન્ડી આઘાડીની સરકાર સ્થાપિત થતાં જ મહારાષ્ટ્ર પરનો આ અન્યાય ખતમ કરી દેવામાં આવશે અને મહારાષ્ટ્રને ફરીથી પહેલા જેવો વૈભવ મેળવી આપવામાં આવશે.

મુંબઈમાંથી એક્સાઈઝ અને અન્ય ટેક્સના માધ્યમથી કેન્દ્ર સરકારની તિજોરીમાં દરવર્ષે લાખો કરોડો રૂપિયા જમા થાય છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેથી જ મુંબઈ અને મહારાષ્ટ્રની મૂળભૂત સુવિધા માટે કેન્દ્ર સરકાર પાસેથી મોટા પ્રમાણમાં આર્થિક જોગવાઈ મેળવીશું એવું વચન શિવસેના (યુબીટી)ના વચનનામામાં આપવામાં આવ્યું છે.

Advertisement

રાજ્યના જ યુવક-યુવતીઓને રોજગાર

મુંબઈમાંથી આંતરરાષ્ટ્રીય આર્થિક કેન્દ્ર (ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર) અમદાવાદમાં લઈ જવામાં આવ્યું. ઈન્ડી ગઠબંધનની સરકાર આવ્યા પછી મહારાષ્ટ્ર પરનો અન્યાય દૂર કરવા માટે મુંબઈમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર બનાવવામાં આવશે અને રાજ્યના યુવક-યુવતીઓને રોજગાર આપવામાં આવશે એમ ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે.

વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રમાં ગુજરાતી-મરાઠી સમુદાયના લોકો વચ્ચે દ્વેષ ભાવના ફેલાવીને મરાઠી મતો અંકે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અઢી વર્ષ ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યારે પણ કેન્દ્ર સરકાર અનેક પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં ગયા હોવાની ફરિયાદ ઉદ્ધવ ઠાકરે ક રતા હતા.

ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા બધા જ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા

વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા બધા જ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા હોવાનું સિદ્ધ થયું હોવા છતાં ઉદ્ધવ ઠાકરે હજી પણ ગુજરાત દ્વેષને પગલે આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુજરાતીઓને સાથે લઈને ચાલવા માટે જાણીતા છે. મહારાષ્ટ્ર વિઝનમાં તેમણે ગુજરાતની સાથે મળીને વિકાસની દિશામાં આગળ વધવાનો નિર્ધાર જાહેર કર્યો છે

એકનાથ શિંદે ગુજરાત સાથે સારા સંબંધો જાળવીને વિકાસના રસ્તે આગળ વધવા માગે છે.

આ પણ વાંચો- Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ફાટી; કુકી ઉગ્રવાદીઓએ CRPF પર કર્યો હુમલો, બે જવાન શહીદ 

Advertisement

.