Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી ઓછા નવા કેસ

વૈશ્વિક કોરોનાના મોરચે ભારત માટે આજે સારા સંકેત મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,910 નવા કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, લાંબા સમય બાદ દેશમાં કોરોનાના 6 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં એક દિવસમાં 7,034 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 60 હજારથી ઓછા થàª
દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી ઓછા નવા કેસ
વૈશ્વિક કોરોનાના મોરચે ભારત માટે આજે સારા સંકેત મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,910 નવા કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, લાંબા સમય બાદ દેશમાં કોરોનાના 6 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. 
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં એક દિવસમાં 7,034 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 60 હજારથી ઓછા થઈ ગયા છે. સક્રિય દર્દીઓ હવે 53,974 છે. જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,44,62,445 કેસ નોંધાયા છે. કુલ 4,38,80,464 લોકો સાજા પણ થયા છે. આ સિવાય કોરોનાને કારણે 5,28,007 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Advertisement

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 213.50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિન વેબસાઈટ પર જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 102 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 94 કરોડથી વધુ સેકન્ડ ડોઝ લેવામાં આવ્યા છે. વળી, અત્યાર સુધીમાં 16.68 કરોડથી વધુ પૂર્વ સાવચેતીના ડોઝ પણ લેવામાં આવ્યા છે.
Tags :
Advertisement

.