Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બજારમાં આવી ગયો એક એવો સ્પ્રે જેનાથી કોરોનાનો ભૂક્કો બોલાઇ જશે, જાણો કયો છે આ સ્પ્રે?

દેશમાં કોરોનની ત્રીજી લહેર ધીમી પડી છે, ત્યારે કોરોનાને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, મુંબઈની ગ્લેનમાર્ક કંપનીએ કોરોના દર્દીઓની સારવાર માટે નાસલ સ્પ્રે લોન્ચ કર્યો છે, જે કેનેડિયન ફાર્માસ્યૂટિકલ કંપની સનોટાઇઝ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. નાસલ સ્પ્રેમાં નાઈટ્રિક ઓક્સાઈડ ધરાવતી આ દવાનું નામ ફેબીસ્પ્રે છે.જે 24 કલાકમાં વાયરલ લોડમાં 94% ઘટાડો અને તેના ઉપયોગ પછી 48 àª
11:52 AM Feb 09, 2022 IST | Vipul Pandya


દેશમાં
કોરોનની ત્રીજી લહેર ધીમી પડી છે, ત્યારે કોરોનાને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા
છે, 
મુંબઈની ગ્લેનમાર્ક કંપનીએ કોરોના દર્દીઓની
સારવાર માટે નાસલ સ્પ્રે લોન્ચ કર્યો છે, જે કેનેડિયન ફાર્માસ્યૂટિકલ કંપની
સનોટાઇઝ સાથે મળીને તૈયાર
કરવામાં આવ્યો છે.


નાસલ સ્પ્રેમાં નાઈટ્રિક ઓક્સાઈડ ધરાવતી આ દવાનું નામ ફેબીસ્પ્રે છે.જે 24 કલાકમાં વાયરલ લોડમાં 94% ઘટાડો અને તેના
ઉપયોગ પછી
48 કલાકમાં 99 ટકા ઘટાડો થયો હોવાનું
સામે આવ્યું છે.
ભારતમાં પરીક્ષણનો ત્રીજો તબક્કો પૂર્ણ કર્યો અને  DCGIએ ગ્લેનમાર્કના
ઇમરજન્સી ઉપયોગ સાથે ઉત્પાદન અને માર્કેટિંગ માટે પરવાનગી આપી છે.

 

2 મિનિટમાં કરે શકે છે વાયરસનો ખાત્મો

કંપનીનો દાવો છે કે, જ્યારે નાઈટ્રિક
ઑક્સાઈડ નાસલને નાકમા છાંટવામાં આવે છે
 ત્યારે તે વાઇરસ સામે ભૌતિક અને રાસાયણિક અવરોધ બનાવે છે જે વાયરસને
ફેંફસામાં ફેલાતા અટકાવે છે.
NONS એટલે કે, ફેબીસ્પ્રે વધુ જોખમ વાળા દર્દીઓને 2 મિનિટની અંદર આલ્ફાબીટાગામાડેલ્ટા અને એપ્સીલોન વેરિઅન્ટ સાથે SARS-Cov-2 વાયરસને મારવામાં અસરકારક છે.

ભારત ઉપરાંત સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ, તાઈવાન, નેપાળ, બ્રુનેઈ, કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, શ્રીલંકા, વિયેતનામમાં પણ ફેબીસ્પ્રેની સપ્લાય
કરવામાં આવી રહી છે.

 

સફળ રહ્યું ટ્રાયલ પરિણામ

ગ્લેનમાર્કના ચીફ કોમર્શિયલ ઓફિસર
રોબર્ટ ક્રોકર્ટે જણાવ્યું હતું કે, દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની તરીકે એ
મહત્વનું છે કે, આપણે કોવિડ-
19 મહામારી સામેની ભારતની લડાઈનો એક
અભિન્ન ભાગ બનીએ. અમને વિશ્વાસ છે કે આ સ્પ્રે દર્દીઓને સમયસર અને ઝડપી રાહત
આપવામાં અસરકારક સાબિત થશે.

 

ક્લિનિકલ ટ્રાયલના પરિણામો પર, કંપનીના ક્લિનિકલ ડેવલપમેન્ટના વડા ડૉ. મોનિકા ટંડને જણાવ્યું હતું
કે, ફેઝ
ડબલ બ્લાઈન્ડ, પ્લેસબો કંટ્રોલ ટ્રાયલના પરિણામો ઉત્સાહક રહ્યા છે.

Tags :
CoronaCovid19fabispray
Next Article