Kishore Kumar- બોલિવૂડની એક મહાન બહુમુખી પ્રતિભા
Kishore Kumar. ઊત્તમ ગાયક,સંગીતકાર,દિગ્દર્શક અને ઉત્તમ લેખક પણ ખરા. બહુમુખી પ્રતિભા. .. પણ ખાટલે મોટી ખોટ એમનો ધૂની સ્વભાવ.
‘મી.એક્સ ઇન બોમ્બે’ 1964 માં આવેલી બોલિવૂડની પ્રથમ સાયન્ટિફિક રોમેન્ટિક ફિલ્મ.કિશોરકુમાર અને કુમકુમ લીડ રોલમાં. સંગીતકાર હતા લક્ષ્મીકાન્ત પ્યારેલાલ.કિશોરકુમાર ફિલ્મમાં ત્રણ ગીત ગાયેલા. એક ગીત રેકોર્ડ થવાનું હતું ‘મેરે મહેબૂબ કયામત હોગી’. ગીતના મૂળ પ્રમાણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલે મોહમ્મદ રફી પાસે આ ગીત ગવડાવવાનું નક્કી કરેલું.
‘મેરે મહેબૂબ કયામત હોગી’ એક કર્ણપ્રિય ગીતની કથા
એકદિવસ લક્ષ્મીપ્યારે મ્યુજીક રૂમમાં કોઈ કંપોજીશન પર કામ કરી રહ્યા હતા. બીજા દિવસે મોહમ્મદ રફીનું રેકોર્ડીંગ ગોઠવેલું. કિશોર’દા અમસ્તા બેઠેલા. એ ગીત ગણગણતા હત. લક્ષ્મીપ્યારેનું ધ્યાન ગયું. ચૂપચાપ એ સાંભળતા રહ્યા. પછી એ બંને બહાર ગયા અને આ ગીત કિશોરકુમાર જ ગાય એવું નક્કી થયું.
આ બાજુ રફી સાહેબ સાથે આવતીકાલે એનું રેકોર્ડીંગ કરવાનું હતું. મૂંઝવણ ઊભી થઈ કેરફી સાહેબને ના કેમ પાડવી? અંતે પ્યારેલાલે મોહમદ રફીને સંકોચ સાથે ફોન પર હકીકત કહી અને રફી સાહેબ માની પણ ગયા અને ઉપરથી કહ્યું કે આ ગીતમાં કિશોર જ જોઈએ. એટલું જ નહીં મોહમદ રફી રેકોર્ડિંગમાં હાજર પણ રહ્યા,’મેરે મહબૂબ કયામત હોગી’ ગીત માત્ર કિશોરકુમારનું જ નહીં પણ બોલિવૂડનું One of The Best song બની રહ્યું.
કિશોરકુમાર ઊત્તમ ગાયક હતા પણ મોહમ્મદ રફી એમને ચાર ફિલ્મોમાં પ્લેબેક આપેલું. મહાન કલાકારોની ખેલદિલી હતી.
આવો જ બીજો પ્રસંગ
કિશોર’દાએ એકવાર રફી સાહેબને કહ્યું હતું કે “મારી હૃદયપૂર્વકની ઈચ્છા છે કે તમે મારા સંગીતના નિર્દેશનમાં ગાઓ. “રફી સાહેબ” એ ફિલ્મ “ચલતી કા નામ ઝિંદગી” માટે ગીત ગાઈને કિશોર’દાની ઈચ્છા પૂરી કરી, પણ “હું મારા નાના ભાઈ પાસેથી પૈસા નહીં લઉં એમ કહીને પૈસા ન લીધા.”
રફી સાહેબે તેમની છેલ્લી મુલાકાતમાં તેમની અને Kishore Kumar ની મિત્રતા વિશે આ વાત કહી હતી.
“હું કિશોરકુમારને દાદા કહું છું. અગાઉ તેણે ‘કિશોર’દા કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેણે મને કિશોર’દા નહીં પણ માત્ર કિશોર કહેવાનું કહ્યું હતું. તેમની દલીલ એવી હતી કે તેઓ ઉંમરમાં મારા કરતા નાના છે” અને તેમની ગાયકી કારકિર્દીમાં મારાથી જુનિયર પણ છે. બંગાળીમાં લોકો દાદા અને મોટા ભાઈ કહેવાય છે..
કિશોર'દા કોઈ પણ ગીતને મનમોહક બનાવી ડે છે-મોહમ્મદ રફી
રફી સાહેબે કહ્યું છે: મેં તેમને સમજાવ્યું કે “હું મારા બધા બંગાળી ભાઈઓને દાદા કહું છું, પછી તે મોટા હોય કે નાના. આ સાંભળીને કિશોર દાએ મારા અભિપ્રાય સાથે સહમત થવું પડ્યું. કિશોર મને ખૂબ જ પ્રિય છે. તે ખૂબ સારું ગાય છે. તે દરેક ગીતમાં એવી કુશળતાથી મૂડ અને વાતાવરણ બનાવે છે કે ગીત વધુ મનમોહક બની જાય છે. હું તેમના ગીતો ખૂબ જ પ્રેમથી સાંભળું છું.”
કિશોર’દા અને રફી સાહેબ બંને એકબીજાને ખૂબ માન આપતા હતા, એટલા માટે કે કિશોર દાએ તેમની કેટલીક મુલાકાતોમાં રફી સાહેબને ગાયકીમાં તેમના ગુરુ ગણાવ્યા છે. આની એક ઝલક જુઓ
મારા કરતાં રફીસાહેબ સો ઘણા સારા ગાયક : Kishore Kumar
કલકત્તામાં કિશોર’દાના એક શો પછી, તેમના એક ચાહકે, તેમને જોઈને, તેમણે પોતાના હાથમાં પકડેલા ટ્રાન્ઝિસ્ટરને બંધ કરી દીધો. આ જોઈને કિશોર’દાએ ચાહકને પૂછ્યું કે “તે આવું કેમ કર્યું?” જેના જવાબમાં તેણે કહ્યું કે ““ટ્રાન્ઝિસ્ટર” પર રફી સાહેબનું ગીત વાગી રહ્યું હતું અને મને લાગ્યું કે તમે ગુસ્સે થઈ જશો.”
આના પર, કિશોર દાએ ફેનને ફરીથી ટ્રાન્ઝિસ્ટર ચાલુ કરવા કહ્યું અને તેમને કહ્યું – “હું પોતે રફી સાહેબનો પ્રશંસક છું અને તેમને ગાવામાં મારા ગુરુ માનું છું. ઘણા ગીતો જે મને ગાવામાં અઘરા લાગતા હતા તે “રફી સાહબ” દ્વારા ખૂબ જ સરળતાથી રેકોર્ડ કરવામાં આવ્યા હતા. જે ગીત હું માત્ર બે-ત્રણ રીતે ગાઈ શકું છું, રફી સાહેબ 100 રીતે ગાઈ શકે છે.”
કિશોર‘દા રફી સાહેબનો ખૂબ જ આદર કરતા હતા અને રફી સાહેબ પણ તેમને પોતાના પ્રિય મિત્ર માનતા હતા, તેથી જ 1975-77ની ઈમરજન્સીના કારણે તત્કાલિન માહિતી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લાએ કિશોર’દા પર ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રફી સાહેબ પ્રતિબંધ હટાવવા તેઓ પોતે દિલ્હી ગયા હતા..આવી હતી બંને વચ્ચે મિત્રતા!
(1975) એક વિવાદને કારણે, Kishore Kumarના ગીતો રેડિયો અને ટીવી પર પ્રસારિત થવાનું બંધ થઈ ગયું પરંતુ થોડા સમય પછી ફરીથી પ્રસારિત થવાનું શરૂ થયું. જ્યારે કિશોર’દા નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોની ઓફિસમાં અધિકારીઓનો આભાર માનવા માટે ખાસ ગયેલા.
જ્યારે કિશોર’દા વડા પ્રધાનની ઑફિસમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે રફી સાહેબ ત્યાં આવ્યા છે અને તેમણે જ શ્રીમતી ઇન્દિરા ગાંધીને વિનંતી કરી હતી કે "કિશોર ખૂબ સારા કલાકાર છે અને તેમણે પુષ્ટિ કરી હતી કે તેમના ગીતો પ્રસારિત કરવા જોઈએ.
કિશોર’દા રફી સાહેબના પગ પકડીને રડ્યા હતા
પરંતુ મોહમ્મદ રફી કિશોર'દા પાસે સોગંધ લેવાડાવી. કિશોર'દાએ શપથ લીધા કે જ્યાં સુધી તેઓ (રફી સાહેબ) જીવિત છે ત્યાં સુધી તેઓ (કિશોર’દા) આ ઘટના કોઈને નહીં કહે.
રફી સાહેબના નિધન પર કિશોર’દા રફી સાહેબના પગ પકડીને રડ્યા હતા અને ઘટના સંભળાવી હતી કે આજે તેમના શપથ પૂરા થયા છે, તેથી જ હું આ કહું છું.
ઉપરોક્ત ઘટનાઓ પછી, કિશોર’દાના હૃદયમાં રફી સાહેબ માટે આદર વધી ગયો અને તેઓ તેમના મોટા ભાઈ કરતાં રફી સાહેબને વધુ માન આપવા લાગ્યા. આ રીતે તેમની મિત્રતા હતી.
આ પણ વાંચો= Meena Kumari-અપ્રતિમ સુંદરી જેનું જીવન જ એક અભિશાપ