Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કીર્તિ નામ વાલે આઝાદ, તેરા મૂંહ કાલા... 

 વર્લ્ડ કપ ફાઈનલ હાર્યા  પછી નરેન્દ્ર મોદી આપણા ખેલાડીઓને આશ્વાસન આપવા ડ્રેસિંગ રૂમમાં ગયા. આશ્વાસન આપ્યું.  ‘તમે બહુ સરસ કામ કર્યું છે એટલે સહેજેય મૂંઝાવાની જરૂર નથી.’ એ વિડિયો માટે ભૂતપૂર્વ પ્લેયર અને ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે એવું સ્ટેટમેન્ટ કર્યું...
કીર્તિ નામ વાલે આઝાદ  તેરા મૂંહ કાલા    

 વર્લ્ડ કપ ફાઈનલ હાર્યા  પછી નરેન્દ્ર મોદી આપણા ખેલાડીઓને આશ્વાસન આપવા ડ્રેસિંગ રૂમમાં ગયા. આશ્વાસન આપ્યું.  ‘તમે બહુ સરસ કામ કર્યું છે એટલે સહેજેય મૂંઝાવાની જરૂર નથી.’
એ વિડિયો માટે ભૂતપૂર્વ પ્લેયર અને ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે ‘વડા પ્રધાન એ રીતે પ્લેયર્સના ડ્રેસિંગરૂમમાં ન જઈ શકે. એ પ્રોહિબ‌િટેડ એરિયા છે.’

Advertisement

કીર્તિભાઈ આઝાદને જાણ કરવાની કે ભલામાણસ, પ્રોટોકૉલ તું કોને સમજાવવા નીકળ્યો છે. મૅચ પૂરી થયા પછી જ્યારે પ્લેયરને મળવાની વાત છે એ કોને મળવાની વાત છે એની સમજણ આપ મહાશયમાં છે કે નહીં? નરેન્દ્ર મોદી દેશના વડા છે. એ નાતે પરિવારના પિતા છે. નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક સ્તરની નામના ધરાવે છે. અરે માત્ર નામના જ નહીં, એ વૈશ્વિક સ્તરનું સન્માન ધરાવે છે અને કીર્તિ આઝાદને મનમાં એમ છે કે પોતે એકાદ સ્ટેટમેન્ટ કરી લે, બાઘો લાગે છે બાઘો. જરા તો સમજણ વાપરો, જરાક તો સંયમ કરો અને જરાક તો ફરક સમજો કે તમે શું બોલો છો અને કેવું બોલી રહ્યા છો? બોલવું એ તમારો ધર્મ હોય તો પણ માણસ એટલો તો વિચાર કરે કે નહીં કે પોતાના સ્ટેટમેન્ટથી એ બાલિશ તો નથી લાગતોને?
ડ્રેસિંગરૂમના જે પ્રોટોકૉલની વાત યાદ કરાવવામાં આવી છે અને પ્રોહિબ‌િશન દર્શાવવામાં આવે છે એ ડ્રેસિંગરૂમમાં અગાઉ બુકીઓ પણ જોવા મળ્યા છે અને મૅચ-ફિક્સર પણ ચક્કર લગાવતા જોવા મળ્યા છે. ક્યાં ગઈ હતી એ સમયે કીર્તિભાઈની આ વિરોધાભાષી માનસિકતા, કેમ એ સમયે એ માણસનું એક પણ સ્ટેટમેન્ટ નહોતું આવ્યું અને કેમ ત્યારે એ ભૂતપૂર્વ પ્લેયરને કશું સૂઝતું નહોતું?
કૉન્ગ્રેસના શાસનમાં જે ગોબાચારી ચાલી છે એ ગોબાચારી બંધ કરાવવામાં આવી છે એનું આ ફ્રસ્ટ્રેશન છે અને એમાં કશું ખોટું પણ નથી. તાવ આવે ત્યારે શરીર ગરમ થાય જ થાય. હાડકું ભાંગે ત્યારે પ્લાસ્ટર આવે જ આવે. એવી જ રીતે જ્યારે દરવાજા બંધ થાય અને નાક આડે ડટ્ટો લાગે ત્યારે મોઢું ખૂલે જ ખૂલે.

કીર્તિ આઝાદે મોઢું ખોલ્યું એમાં કોઈ વિરોધ નથી, પણ વ‌િરોધ કરવા માટે તેણે જે રીતે ક્રિકેટનો સહારો લીધો એ બહુ ખોટું છે, ગેરવાજબી છે. ભારતીય પ્લેયરને જે સમયે સધિયારાની જરૂર હતી એ સમયે તેમની બાજુમાં જઈને જે રીતે નરેન્દ્ર મોદી ઊભા રહ્યા હતા એ દુનિયાના સૌથી સક્ષમ નેતા પૈકીના એક હતા અને તેમણે કરેલી એ મીટ‌િંગ પણ કંઈ બંધબારણે નહોતી થઈ. રેકૉર્ડેડ વિડિયો બહાર આવ્યા છે અને એ રેકૉર્ડેડ વિડિયોમાં સંવાદ પણ ઝ‌િલાયા છે અને એ સંવાદમાં ઝિલાયેલી લાગણી પણ, હૂંફ પણ લોકો સુધી પહોંચી છે. હેતુ એ જ હતો અને ભાવના પણ એ જ હતી. એક રાજનેતા રાજકારણ ઉપરાંત જો રમતની બાબતમાં પણ હકારાત્મક વલણ દાખવે તો એનાથી ઉત્તમ બીજું શું હોય?!
કીર્તિ નામ વાલે આઝાદ, તેરા મૂંહ કાલા...
તેરી સોચ ભી કાલી, તેરા દિલ ભી કાલા...

Advertisement

આ પણ વાંચો: વર્લ્ડકપ હાર બાદ અશ્રુભીની આંખો સાથે ખેલાડીઓની વેદના છલકાઈ, જુઓ video 

Advertisement
Tags :
Advertisement

.