Covid-19 થી નોર્થ કોરિયામાં સ્થિતિ ખરાબ હોવાનું હવે કિંમ જોંગ ઉને પણ માન્યું, મોતના આંકડાઓ વધ્યા
સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની ઝપટમાં હતું ત્યારે પોતાનો દેશ સુરક્ષિત હોવાનું રટણ કરતા નોર્થ કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન હવે માની રહ્યા છે કે નોર્થ કોરિયામાં All is not well. આજે જ્યારે દુનિયાના મોટા ભાગના દેશ ધીમે ધીમે આ મહામારીથી બહાર આવી રહ્યા છે. તેમના નાગરિકો હવે સામાન્ય જીવન જીવવા લાગ્યા છે ત્યારે આ સુધરી રહેલી સ્થિત વચ્ચે નોર્થ કોરિયામાં 2 વર્ષ બાદ કોરોનાએ એન્ટ્રી કરી તાનાશાહ કિàª
Advertisement

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની ઝપટમાં હતું ત્યારે પોતાનો દેશ સુરક્ષિત હોવાનું રટણ કરતા નોર્થ કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉન હવે માની રહ્યા છે કે નોર્થ કોરિયામાં All is not well.
આજે જ્યારે દુનિયાના મોટા ભાગના દેશ ધીમે ધીમે આ મહામારીથી બહાર આવી રહ્યા છે. તેમના નાગરિકો હવે સામાન્ય જીવન જીવવા લાગ્યા છે ત્યારે આ સુધરી રહેલી સ્થિત વચ્ચે નોર્થ કોરિયામાં 2 વર્ષ બાદ કોરોનાએ એન્ટ્રી કરી તાનાશાહ કિંમ જોંગ ઉનને હચમચાવી દીધો છે. નોર્થ કોરિયાએ શનિવારે 21 નવા મૃત્યુ અને તાવના લક્ષણોવાળા 1,74,440 વધુ લોકો નોંધ્યા છે.
Advertisement
નોર્થ કોરિયા તરફથી અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તેમના દેશમાં કોઈ મૃત્યુ થયું નથી. પરંતુ હવે અધિકારીઓએ ઉભરતા જાહેર આરોગ્ય સંકટને માન્યું છે. ગુરુવારે, તાનાશાહ કિમ જોંગ ઉને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ મુખ્યાલયની મુલાકાત લીધી, ત્યારબાદ મૃત્યુની જાહેરાત કરવામાં આવી. કોરોના સામે લડી રહેલા નોર્થ કોરિયાને બેવડા મારનો સામનો કરવો પડ્યો છે. કોરોનાથી થતા મૃત્યુ વચ્ચે તાવનો પ્રકોપ પણ વધ્યો છે, જેના કારણે વધુ 21 લોકોના મોત થયા છે.
Advertisement
વળી તાનાશાહ કિમ જોંગ ઉને આરોગ્ય અધિકારીઓની ટીકા કરતા કહ્યું કે, તાવનો ફેલાવો રોગચાળાની નિવારણ પ્રણાલીમાં નબળાઈ દર્શાવે છે. શનિવારે 21 લોકોના મોત બાદ કિમે કહ્યું કે કોવિડ-19ના ફેલાવાએ દેશને ભારે અશાંતિમાં નાખી દીધો છે. કિમે લોકોને રોગચાળાને કાબૂમાં લેવા માટે સર્વશ્રેષ્ઠ લડાઈ લડવા હાકલ કરી હતી. જોકે, અહીં એવી પણ શંકા છે કે નોર્થ કોરિયા કોરોનાના આંકડાઓને છુપાવવા માટે તેમની જનતાને તાવ આવી રહ્યો હોવાના આંકડાઓ જાહેર કરી રહ્યું છે.
એપ્રિલના અંતથી તાવના ઝડપી ફેલાવા વચ્ચે શુક્રવારથી મૃત્યુઆંક 27 વધ્યો છે અને કુલ કેસોની સંખ્યા 52,4,440 થઈ ગઈ છે. નોર્થ કોરિયાએ કહ્યું કે, 2,43,630 લોકો સાજા થયા છે અને 2,80,810 લોકો ક્વોરેન્ટિનમાં છે. રાજ્ય મીડિયાએ સ્પષ્ટ કર્યું નથી કે કેટલા તાવના કેસો અને મૃત્યુની પુષ્ટિ COVID-19 ચેપ તરીકે થઈ હતી. રોગચાળાની શરૂઆતથી તેના પ્રથમ COVID-19 કેસની પુષ્ટિ થયા પછી દેશે ગુરુવારે દેશવ્યાપી લોકડાઉન લાદ્યું હતું.
Advertisement