Jio-Airtel Recharge Plans: જીઓએ એરટેલની તુલનામાં સસ્તા રિચાર્જ પ્લાન કર્યા જાહેર, જાણો કિંમત....
Jio-Airtel Recharge Plans: દેશમાં સૌથી પ્રસિદ્ધિ ટેલીકોમ કંપની જીઓ અને એરટેલ છે. હાલમાં, બંને કંપનીઓ વચ્ચે ટક્કર ચાલી રહી છે. જીઓ અને એરટેલ તેના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિવિધ રિચાર્જ પ્લાન લાવી રહી છે. તે ઉપરાંત હાલમાં જ જીઓ અને એરટેલ તેના રિચાર્જ પ્લાનમાં કિંમત વધારો પણ કર્યો હતો. જે બાદ બંને કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા હતાં. ત્યારે જીઓ એ એરટેલની તુલના ફરી એકવાર સસ્તા રિચાર્જ પ્લાન જાહેર કર્યા છે.
રિચાર્જ પ્લના સાથે 56 દિવસ માટે Amazon Prime ની સુવિધા
Jio એ રૂ. 999 માં 98 દિવસ સુધી સુવિધા આપે છે
Airtel રૂ. 979 રૂપિયામાં દરરોજ 2 GB Data
ત્યારે Jio એ 1199 ના રિચાર્જ પ્લાનની કિંમતમાં ઘટાડો કરીને તેની કિંમત 999 રૂપિયા કરી છે. તો આ 999 રિચાર્જ પ્લાનમાં પહેલાની સરખામણીમાં 1GB Data ને ઘટાડવામાં આવ્યો છે. જોકે 1199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 84 દિવસો સુધી 3GB Data, Unlimited Calling અને Daily 100 SMS ની સુવિધા આપવામાં આવી હતી. પંરતુ હવે આ રિચાર્જ પ્લાનમાં ઘટાડો કરીને કિંમત રૂ. 999 નક્કી કરી 94 દિવસ માટે 2GB Data, Unlimited Calling અને Daily 100 SMS ની સુવિધા આપવામાં આવશે.
Jio એ રૂ. 999 માં 98 દિવસ સુધી સુવિધા આપે છે
જોકે Airtel પણ ભારત દેશમાં સૌથી લોકપ્રિય ટેલીકોમ કંપનીમાં સામેલ છે. Airtel એ પણ 1000 રુપિયાની અંદર બે નવા રિચાર્જ પ્લાન ગ્રાહકો માટે જાહેર કર્યા છે. તેના અંતર્ગત રૂ. 979 કિંમતમાં 84 દિવસ માટે 2GB Data, Unlimited Calling અને Daily 100 SMS ની સુવિધા આપવામાં આવી છે. તો આ રિચાર્જ પ્લના સાથે 56 દિવસ માટે Amazon Prime ની પણ સુવિધા આપવામાં આવશે. બીજી તરફ રુ. 929 માં 90 દિવસ માટે 2GB Data, Unlimited Calling અને Daily 100 SMS ની સુવિધા આપવામાં આવી છે.
Airtel રૂ. 979 રૂપિયામાં દરરોજ 2 GB Data
જો Jio અને Airtel ની સરખામણીમાં Jio એ રૂ. 999 માં 98 દિવસ સુધી સુવિધા આપે છે. જ્યારે Airtel એ રૂ. 929 માં 90 દિવસ સુધી સુવિધા આપે છે. તો Airtel ના રૂ. 979 ની સમયમર્યાદા 84 દિવસ છે. જો Data ની વાત કરીએ તો Jio 999 રૂપિયામાં દરરોજ 2 GB Data અને Airtel રૂ. 979 રૂપિયામાં દરરોજ 2 GB Data ઓફર કરે છે.
આ પણ વાંચો: JIO બાદ હવે Airtel યુઝર્સને લાગ્યો મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા