Morbi પુલ દુર્ઘટનાના પીડિતોને Jaysukh Patel 7.31 કરોડ ચૂકવ્યા
દેશ નહીં પરંતુ દુનિયાભરમાં ચકચાર જગાવનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse) કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપ (Oreva Group)ના MD જયસુખ પટેલ (Jaysukh Patel) હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે.ઝૂલતા પુલમાં થયેલા કૌભાંડના કારણે 135 લોકોને પોતાનો જીવ ગુમાવવો...
દેશ નહીં પરંતુ દુનિયાભરમાં ચકચાર જગાવનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse) કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપ (Oreva Group)ના MD જયસુખ પટેલ (Jaysukh Patel) હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે.ઝૂલતા પુલમાં થયેલા કૌભાંડના કારણે 135 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અને કેટલાંક લોકો ઈજાના કારણે અપંગતા ભોગવી રહ્યાં છે. પીડિતોએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને ત્યારબાદ હાઈકોર્ટ (High Court) ના દ્ધાર ખખડાવતા કૌભાંડી જયસુખ પટેલને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 7.31 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો Oreva ગ્રુપે વળતર પેટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરટી (Gujarat State Legal Services Authority) ને ચૂકવી આપ્યો છે.
ઝૂલતો પુલ કૌભાંડના પાપે તૂટ્યો
દિવાળીના તહેવારોમાં મોરબીની મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઝૂલતા પુલની મરામતમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરતા ધનપતિ જયસુખ પટેલે વાસ્તવમાં નજીવી રકમ વાપરી હતી. બ્રિજની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને જોખમી પુલ પર મોકલવામાં આવતા ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઐતિહાસિક પુલની મુલાકાત લેતા પ્રવાસીઓ પાસેથી નિયત રકમ કરતા વધુ રકમ ઉઘરાવવામાં આવતા હોવાના ટિકિટના ફોટા પણ ઘટના બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
પોલીસની શંકાસ્પદ ભૂમિકા
ઝૂલતો પુલ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવતાની સાથે મોરબી પોલીસે (Morbi Police) બેએક કલાકમાં જ FIR નોંધી દીધી હતી. એક તરફ બચાવ કામગીરી ચાલતી હતી તેદરમિયાન નામ-ઠેકાણા વગરની ફરિયાદ નોંધી દેવાઈ. ત્યારબાદ ઉચ્ચ IPS અધિકારીના ઈશારે પોલીસે તપાસ-તપાસનું નાટક શરૂ કર્યું અને ઓરેવા ગ્રુપના મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોની ધરપકડ કરી. જ્યારે ઝૂલતા પુલકાંડમાં મુખ્ય આરોપી મનાતા જયસુખ પટેલની ઓફિસે-નિવાસ સ્થાને તપાસ કરવા પણ ફરકી નહીં.
સરકારે પણ વળતર ચૂકવ્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 પૂર્વે ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. દેશ-દુનિયામાં હાહાકાર મચાવનારી પુલ દુર્ઘટના બાદ સરકારે તુરંત જ દિલસોજી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી. દુર્ઘટનાગ્રસ્ત મોરબી ઝૂલતા પુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ નિરિક્ષણ કરી ઈજાગ્રસ્તોના હાલચાલ પણ પૂછ્યા હતા.
હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં મૃતકોના પરિવારજનો વતી એડવોકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) એ રિટ એપ્લિકેશન (Writ Application) ફાઈલ કરી હતી. સુપ્રીમ કોર્ટનું હિયરિંગ થવાનું હતું તે અગાઉ ગુજરાત હાઈકોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુઓમોટો કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોને હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને સાથે-સાથે કેસની સુનાવણી નિયમિત રીતે હાથ ધરાય (Perodical Basis), પીડિતોને સારુ વળતર મળે, સ્વતંત્ર તપાસ થયા વિગેરે દિશાનિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટમાં પીડિતોને વળતર આપવાની સંમતિ દર્શાવવામાં આવતા 15 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો વચગાળાનો આદેશ કરાયો હતો. જેના ભાગરૂપે આરેવા ગ્રુપે 7.31 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવી આપ્યો છે અને બીજો બાકી હપ્તો આગામી મુદ્દત પહેલાં આપવાની ખાતરી આપી છે.
જયસુખ પટેલ ખૂલાસો કરે
ઓરેવા ગ્રુપ દ્ધારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, મોરબી બ્રિજના રિનોવેશન (Morbi Bridge Renovation) માટે કોઈ મોટા વ્યક્તિએ તેમને સમજાવ્યા (Persuade) હતા. આ મામલે પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી આ મામલે ખુલાસો કરવા રજૂઆત કરાઈ છે અને આગામી દિવસોમાં હાઈકોર્ટમાં અમારી દલીલો પણ રજૂ કરીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement