Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી. ચેરમેન મુકેશભાઇ પટેલ અને MD જસ્મીનભાઇ પટેલ જોડાયા ઉજવણીમાં

ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તો કંઈક અલગ જ હોય છે. શ્રી સિદ્ધિ...
08:50 AM Sep 08, 2023 IST | Vishal Dave

ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તો કંઈક અલગ જ હોય છે. શ્રી સિદ્ધિ મેન્શનમાં સિદ્ધિ ગ્રૂપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ સહપરિવાર આ અવસરનો હરખભેર ઉજવ્યો..

ઝુલામાં બિરાજેલા કાનજીની પ્રતિમા સૌ શ્રદ્ધાળુઓના મન મોહી રહી હતી

 

કારાગારમાં કૃષ્ણનો જન્મ થયો અને પિતા વાસુદેવ ગોકુળમાં બાળ ગોપાલને લઈ જાય છે, તે જ રીતે અહીં બાળ ગોપાલને છાબમાં લઈને એમડી જસ્મીનભાઈએ બાળગોપાલની ફેરી કરી,. અને તેમને મંદિરમાં સ્થાપિત કરી, પારણામાં ઝુલાવ્યા,.

 

 

કાનુડાની પ્રતિમા સાથે બાળ કાનુડાના દ્રશ્યો સૌ કોઇનું મન મોહી રહ્યા હતા

 

આ પ્રસંગે અનેક ભૂલકાઓ કાનુડાના અ. વતારમાં જોવા મળ્યા હતા.. અને વાંસળી વગાડતી તસ્વીરો ખેંચાવી હતી.

 

જન્માષ્ટમીનો પર્વ દહી હાંડી વગર અધૂરો ગણાય ,.અહીં પણ દહી હાંડી ફોડવામાં આવી,. એમડી જસ્મીન ભાઈએ બાળગોપાલને ખભે રાખીને મટકી ફોડી,.

આ પ્રસંગે ગાયક કલાકાર આરીફ મીરે સંગીતના સુર રેલાવ્યા. તો સાથે ગરબાના તાલે પણ ઉજવણી થઇ. રાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મ સાથે સૌ કોઇ ખુશીથી ઝુમી ઉઠયા હતા.. અને ચારેતરફ વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ચેરમેન શ્રી મુકેશભાઇ પટેલ અને એમડી જાસ્મીનભાઇ પટેલે  કાન્હાની આરતી ઉતારી, તેમને ભોગ-પ્રસાદ ધરાવ્યો અને પરિવારના સભ્યો અને નાના ભૂલકાઓ સાથે ગરબાના તાલે ઘૂમી કાન્હાને પારણે ઝુલાવ્યા

 

Tags :
CelebrationChairman Mukeshbhai PatelJanmashtamiJanmashtami CelebrationMD Jasminbhai PatelShree Siddhi Group
Next Article