જામનગરના કુખ્યાત ભૂમાફિયા Jayesh Patel ને UK થી લવાશે
દેશની બેંકોનું કરોડો (Bank Fraud) રૂપિયાનું કરી નાંખનારો વિજય માલ્યા (Vijay Mallya) UK થી ક્યારે ભારત આવશે તેની તો ખબર નથી, પરંતુ ગુજરાત પોલીસ (Gujarat Police) ને જામનગરના કુખ્યાત ભૂમાફિયા (Jamnagar Land Mafia) જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ (Jaysukh Ranpariya...
દેશની બેંકોનું કરોડો (Bank Fraud) રૂપિયાનું કરી નાંખનારો વિજય માલ્યા (Vijay Mallya) UK થી ક્યારે ભારત આવશે તેની તો ખબર નથી, પરંતુ ગુજરાત પોલીસ (Gujarat Police) ને જામનગરના કુખ્યાત ભૂમાફિયા (Jamnagar Land Mafia) જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ (Jaysukh Ranpariya @ Jayesh Patel) ના કેસમાં એક મોટી સફળતા મળી ગઈ છે. જામનગરનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની બે વર્ષ પહેલાં UK માં ધરપકડ કરાઈ હતી. છેલ્લાં બે વર્ષથી જયેશ પટેલને ભારત લાવવા ચાલી રહેલી પ્રત્યાપર્ણ સંધિ (Extradition Treaty) ને લઈને યુનાઈટેડ કિંગડમ (United Kingdom) ની અદાલતમાં ચાલતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પોલીસ ધરપકડથી બચવા માટે કુખ્યાત જયેશ પટેલે UK ની કોર્ટમાં અનેક કાવાદાવ રમ્યા હતા, પરંતુ તે સફળ થયો નથી.
શું છે સમગ્ર મામલો ?
જયેશ પટેલ જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા (Advocate Kirit Joshi Murder Case) નો મુખ્ય આરોપી છે. સૌથી પહેલાં વિશાલ માડમ (Vishal Madam) સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી અને ટૂંકાગાળામાં જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડો જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ, હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ FIR જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના ત્રણ સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જોશીની હત્યા મામલે પણ તેના સાગરિતોની ધરપકડ થઈ ચૂકી છે. કિરીટ જોશીની હત્યા બાદ જયેશ પટેલ દેશ છોડીને ફરાર થઈ ગયો હતો.
ખંડણી માટે કોલ કરતા ભાંડો ફૂટ્યો
જયેશ પટેલ ફરાર થયા બાદ ક્યાં છે તેની કોઈ ઠોસ જાણકારી પોલીસ પાસે ન હતી. ચર્ચાતી વાતો અનુસાર તે UK માં છુપાયો હતો. વર્ષ 2021માં જયેશ પટેલે ખંડણી માટે કરેલા ફોન કોલ્સને ટ્રેસ કરવામાં આવતા તે UK માં હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારબાદ ભારતે યુનાઈટેડ કિંગડમને જયેશ પટેલને ઝડપી લેવા તાકીદ કરી હતી. જેમાં ઈન્ટરપોલની નોટિસ (Interpol Notice) નો પણ ઉલ્લેખ કરાયો હતો. એડવોકેટ કિરીટ જોશીના હત્યા કેસમાં ધરપકડ કરવા માંગ કરાઈ હતી.
બે વર્ષથી ચાલતી હતી પ્રત્યાપર્ણ સંધિ
જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યા બાદ દેશ છોડીને નાસી છૂટેલા કુખ્યાત ભૂમાફિય જયેશ પટેલ બેએક વર્ષ અગાઉ UK માં હોવાની જાણકારી મળી હતી. જયેશ પટેલને વિદેશથી ભારત લાવવા માટે જામનગર પોલીસે (Jamnagar Police) પ્રત્યાપર્ણ સંધિની પ્રક્રિયા શરૂ કરી હતી. તત્કાલિન જામનગર એસપી દિપન ભદ્રન (Deepan Bhadran) ના સમયે શરૂ થયેલી પ્રક્રિયા લગાતાર ચાલી રહી હતી.
શું કહ્યું જામનગર SP પ્રેમસુખ ડેલુએ ?
જામનગર SP પ્રેમસુખ ડેલુ (Premsukh Delu) ને પ્રત્યાપર્ણ સંધિ બાબતે પૂછતા તેમણે આ ઘટનાને ગુજરાત પોલીસની જીત ગણાવી છે. છેલ્લાં એક વર્ષથી પ્રેમસુખ ડેલુ અને દ્ધારકા SP નિતેશ પાંડેય (Nitesh Pandey) સતત UK કોર્ટ સાથે વીડિયો કોન્ફરન્સ (Video Conference) થી જોડાતા હતા. દર 10-15 દિવસે VC થકી જયેશ પટેલની પ્રત્યાપર્ણ સંધિને લઈને દલીલો થતી હતી. જયેશ પટેલના વકીલ દ્ધારા લગાવાતા આરોપોનું SP ડેલુ અને પાંડેય દલીલો થકી ખંડન કરતા રહ્યાં અને સાથે સાથે એફિડેવિટ પણ રજૂ કરતા હતા. આખરે UK કોર્ટ જયેશ પટેલને સોંપવા માટે રાજી થઈ ગઈ છે.
અપીલમાં જાય તો સમય લંબાશે
યુનાઈટેડ કિંગડમની અદાલત ભૂમાફિયા અને હત્યારા જયેશ પટેલને ભારત મોકલવા માટે માની ગઈ છે. જો, જયેશ પટેલ અપીલમાં જાય તો તેને ભારત લાવવા માટે થોડો વધુ સમય લાગશે. મહત્વની વાત એ છે કે, UK ની કોર્ટમાં થયેલી દલીલો અને ત્યારબાદ લેવાયેલા નિર્ણયને પડકારી ધરપકડથી બચવું જયેશ પટેલ માટે આસાન જરા પણ નથી.
Advertisement