Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આપણા સનાતન વૈદિક શાસ્ત્રોમાં જળજીલણી એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ એકાદશીના પર્વને શાસ્ત્રોમાં પરિવર્તની એકાદશી પણ કહે છે. અષાઢ સુદ એકાદશી એટલે કે...
09:51 AM Sep 27, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આપણા સનાતન વૈદિક શાસ્ત્રોમાં જળજીલણી એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ એકાદશીના પર્વને શાસ્ત્રોમાં પરિવર્તની એકાદશી પણ કહે છે. અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવઊઠી એકાદશી આ સમય વચ્ચે ભગવાન પોતે પડખું ફરે છે જેને સંસ્કૃતમાં પરિવર્તન કહે છે.
હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે. ગોંડલના અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય મહાપુજાનું આયોજન ગોંડલી નદીના કિનારે અક્ષરઘાટ  કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય મહાપૂજામાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. આ તકે ઠાકોરજીને પાંચ વખત નોકાવિહાર પણ કરાવવામાં આવ્યો હતો અને પાંચ વખત ભગવાનની આરતી સંતો ભક્તોએ ઉતારી હતી.
અંતિમ આરતી મંદિરના કોઠારી પૂજ્ય દિવ્યપુરુષ સ્વામીએ ઉતારી હતી અને આજના પરમ પવિત્ર દિવસે ગોંડલી નદીમાં ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.
Tags :
celebratedGondalgrandeurJaljilani EkadashiShree Akshar Mandir
Next Article