Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

English બોલ્યા તો ખૈર નથી, આ દેશમાં લાગી શકે છે પ્રતિબંધ

સમગ્ર વિશ્વને જોડતી કોઇ ભાષા છે તો તે અંગ્રેજી (English) છે. શું થશે કે આ ભાષાને જ દેશમાંથી Ban કરી દેવામાં આવે? જીહા, તાજેતરમાં મળી રહેલા એક સમાચાર મુજબ, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ પોતાના દેશમાં અંગ્રેજી ભાષા...
02:52 PM Apr 03, 2023 IST | Vipul Pandya

સમગ્ર વિશ્વને જોડતી કોઇ ભાષા છે તો તે અંગ્રેજી (English) છે. શું થશે કે આ ભાષાને જ દેશમાંથી Ban કરી દેવામાં આવે? જીહા, તાજેતરમાં મળી રહેલા એક સમાચાર મુજબ, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ પોતાના દેશમાં અંગ્રેજી ભાષા પર પ્રતિબંધ મુકવા જઇ રહી છે. ઈટલી સરકાર ન માત્ર અંગ્રેજી પણ અન્ય વિદેશી ભાષાઓ પર પણ પ્રતિંબંધ મુકવા જઇ રહી છે. આ અંતર્ગત નાગરિકો દ્વારા આમ કરવા બદલ ભારે દંડ પણ વસૂલવામાં આવશે. આ નવા કાયદાને ઈટલીના વડાપ્રધાન મેલોનીની 'બ્રધર્સ ઓફ ઈટાલી' પાર્ટીએ સંસદમાં રજૂ કર્યો છે.

 

એક લાખ યુરોનો દંડ થઈ શકે છે
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બ્રિટન અને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. વડાપ્રધાન મેલોનીની 'બ્રધર્સ ઓફ ઈટાલી' પાર્ટીએ સંસદમાં નવો કાયદો રજૂ કર્યો છે. આ કાયદા અનુસાર, લોકો તેમના દેશમાં સત્તાવાર દસ્તાવેજોમાં કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે દેશમાં અંગ્રેજીના વધી રહેલા ઉપયોગને રોકવા માટે પાર્ટીને આવો કાયદો લાવવાની ફરજ પડી છે. એટલું જ નહીં, જો કોઈ જાહેર કે ખાનગી સંસ્થા અંગ્રેજીનો ઉપયોગ કરતી જોવા મળે તો તેને એક લાખ યુરો એટલે કે 1,08,705 યુએસ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. જણાવી દઇએ કે, અંગ્રેજી એ બ્રિટન અને અમેરિકામાં બોલાતી મુખ્ય ભાષા છે. ઈટલીના લોઅર હાઉસના નેતા ફેબિયો રેમ્પેલીએ આ કાયદો રજૂ કર્યો છે. વડાપ્રધાન મેલોનીએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
સંસદમાં ચર્ચા બાકી
ફેબિયો રેમ્પેલીએ કહ્યું કે એવા સમયે જ્યારે બ્રિટન યુરોપિયન યુનિયનનો ભાગ પણ નથી ત્યારે આપણે તેમની ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. જો કે આ બિલ પર હજુ સંસદમાં ચર્ચા થવાની બાકી છે. સંસદમાં બહુમતી પક્ષોનું સમર્થન મળ્યા બાદ જ તેને પસાર કરવામાં આવશે. કાયદાની દરખાસ્ત મુજબ, સત્તાવાર સંદેશાવ્યવહારમાં કોઈપણ વિદેશી ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ પ્રતિબંધ ખાસ કરીને "એંગ્લોમેનિયા" એટલે કે અંગ્રેજી પર કેન્દ્રિત છે. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદેશી ભાષાઓનો ઉપયોગ ઈટાલિયન ભાષાને બગાડે છે. તેનાથી અપમાન અનુભવાય છે.
નવો કાયદો શું કહે છે
ઇટાલિયન સરકાર દ્વારા રજૂ કરાયેલા આ કાયદો વિદેશી ભાષા વિશે વાત કરે છે પરંતુ તે ખાસ કરીને "એંગ્લોમેનિયા" અથવા અંગ્રેજી શબ્દોના ઉપયોગ પર આધારિત છે. જ્યોર્જિયા સરકાર અનુસાર, અંગ્રેજી અથવા વિદેશી ભાષા ઇટાલિયન ભાષાને "નિંદા અને અપમાન" કરે છે. જોકે, બિલ પર હજુ સંસદમાં ચર્ચા થવાની બાકી છે. આ કાયદો સત્તાવાર દસ્તાવેજોમાં પણ અંગ્રેજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. દેશમાં કાર્યરત કંપનીઓ પણ આ કાયદા હેઠળ આવશે. આ ડ્રાફ્ટ કાયદા અનુસાર, વિદેશી સંસ્થાઓ પાસે તમામ આંતરિક નિયમો અને રોજગાર કરાર ઇટાલિયન ભાષામાં હોવા આવશ્યક છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "તે માત્ર ફેશન વિશે નથી."
Next Article