ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્ય પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, સરખેજ પોલીસ સ્ટેશનમાં કરી દેવાયો હાજર
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.. પોલીસ તથ્ય પટેલને લઇને રવાના થઇ ગઇ છે, મહત્વપૂર્ણ છે કે 9 જિંદગીઓનો ભોગ લેનાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ પર ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોએ તથ્યને મેથીપાક ચખાડ્યો હતો.. જે બાદ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો..
જો કે હવે તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી સરખેજ પોલીસ સ્ટેશન પર હાજર કરી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે તથ્ય પટેલના પિતાએ જણાવ્યુ હતું કે મને અકસ્માતની જાણકારી મળી એટલે હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો, ત્યાં મારા દીકરાને લોકો મારી રહ્યા હતા. તેને માથામાંથી લોહી નીકળતું હતું. એટલે હું તેને ત્યાંથી લઈને નીકળી ગયો. તે સમયે મને કોઈ બીજો ખ્યાલ આવ્યો નહીં. મારા દિકરા પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટના આદેશને અનુસરવા તૈયાર છું, એટલું જ નહીં આરોપી પક્ષના વકીલ નિશાર વૈધે કહ્યું કે, કારની સ્પીડ 160 ન્હોતી, રોડની વચ્ચે જ થાર અને ટ્રક ઊભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થઈ ગયું હતું. ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલુ હતો. પોલીસની તપાસમાં બધું જ બહાર આવશે. અમે પોલીસને સહકાર આપવા તૈયાર છીએ.