દુષ્કર્મ માટે મોબાઈલ ફોનમાં આવતાં પોર્ન વિડીયો જ જવાબદાર?
729 કેસ અમદાવાદમાં, કચ્છ 166, રાજકોટ 145, ભાવનગર 132, જૂનાગઢ 114, સુરેન્દ્રનગર 93, ગીરસોમનાથ 84, મોરબી 77, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 49 આ આંકડા કોઈ અચીવમેન્ટના નથી. આ આંકડા આપણને વિચારતા કરી મૂકે તેના છે. વિધાનસભામાં પૂછાયેલાં પ્રશ્નનો સરકારે આપેલો જવાબ છે. આ આંકડા છે ગુજરાતમાં બનતા દુષ્કર્મના બનાવોના. છેલ્લા બે વર્ષમાં પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મનો આંકડો છે 3796. સામૂહિક દુષ્કર્મના 61 બનાવો છેલ્લàª
729 કેસ અમદાવાદમાં, કચ્છ 166, રાજકોટ 145, ભાવનગર 132, જૂનાગઢ 114, સુરેન્દ્રનગર 93, ગીરસોમનાથ 84, મોરબી 77, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 49 આ આંકડા કોઈ અચીવમેન્ટના નથી. આ આંકડા આપણને વિચારતા કરી મૂકે તેના છે. વિધાનસભામાં પૂછાયેલાં પ્રશ્નનો સરકારે આપેલો જવાબ છે. આ આંકડા છે ગુજરાતમાં બનતા દુષ્કર્મના બનાવોના. છેલ્લા બે વર્ષમાં પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મનો આંકડો છે 3796. સામૂહિક દુષ્કર્મના 61 બનાવો છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં નોંધાયા છે. આ આંકડો નોંધાયેલા દુષ્કર્મનો છે. નહીં નોંધાયેલા દુષ્કર્મનો આંકડો પણ ચોંકાવનારો જ હશે. સમાજમાં આબરુ જવાની બીકે આજે પણ અનેક દુષ્કર્મના કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી.
દુષ્કર્મના વધી રહેલા બનાવો માટે પોલીસ નહીં પણ પોર્ન જવાબદાર છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે, દુષ્કર્મની કોઈપણ ધટના આપણાં શહેરમાં બને તો એ ક્યારેય ન પોસાય. એનો મતલબ એ નથી કે, આપણે એ ઘટનાના કારણ સુધી ન પહોંચીએ અને સીધો દોષનો ટોપલો પોલીસ માથે નાખી દઈએ. કોઈ પિતા જ્યારે પુત્રી પર રેપ ગુજારે તો એ મોટો સોશિયલ ઇશ્યુ છે. આવું થવાનું જો કોઈ મહત્ત્વનું કારણ હોય તો એ મોબાઈલ છે. સર્વેની વાત ઉચ્ચારીને તેમણે ઉમેર્યું કે, મોબાઇલ પર મળી જતી અશ્લીલ ક્લિપ આના માટે જવાબદાર છે. બીજું જવાબદાર છે નજીકના લોકો, સગા-સંબંધીઓ.
હર્ષભાઈની વાતમાં દમ તો છે. છેલ્લાં અનેક નોંધાયેલા દુષ્કર્મના બનાવોમાં આરોપીએ એવું નિવેદન આપ્યું છે કે, પોર્ન ફિલ્મ જોઈ અને જાતને રોકી ન શક્યા. રસ્તા ઉપર માતા-પિતા સાથે સૂતેલી બાળકીને ઉપાડી જઈને પોતાની હવસ સંતોષનારા ગુનેગારો જેલમાં છે જ. હર્ષભાઈએ મહત્ત્વની વાત એ કહી કે, જો પોષણ કરતો પિતા જ પાપી નીકળે તો એ સામાજિક દૂષણ છે.
પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતાં કિસ્સાઓમાં આપણાં મોઢેથી એ નરાધમ પિતા માટે ફિટકાર જ નીકળે. પિતાના ડરથી અત્યાચારનો ભોગ બનેલી દીકરી કેટલી વખત તો બોલી જ નથી શકતી. થોડાં સમય પહેલાં જ ગુડ ટચ અને બેડ ટચ શીખવતી માતાને માસૂમ દીકરીએ કહ્યું કે, મારી સાથે મારા ડાન્સ ટીચર આવું જ કરે છે. ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મુદ્દાનો સવાલ એ છે કે, દુષ્કર્મ માટે પોર્ન સાહિત્ય કે ક્લિપ્સ જવાબદાર હશે પણ એના ઉપર કોઈ અંકુશ રાખવો હોય તો રાખી શકાય કે નહીં? ઓનલાઈન શિક્ષણના કારણે કૂમળી વયના બાળકોના હાથમાં મોબાઇલ આપી દેવો પડે છે. ઇન્ટરનેટ સાથેનો મોબાઇલ એવો રાક્ષસ છે જેના વધનો દિવસ દશેરાએ પણ નથી આવતો. તમને ગમતી કોઈ એક વેબસાઇટ જુઓ કે એક ક્લિપ જુઓ એટલે એ જ વિષયને લગતું સાહિત્ય તમને નેટ ઉપર મળી આવે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જસનો સકંજો એવો છે કે, ભલભલા લોકો એમાં સપડાઈ જાય છે.
બે-ત્રણ વર્ષનું બાળક આજે મોબાઇલમાં ગેઇમ્સ રમતું હોય છે. મા-બાપ પોતાના સંતાનોને મોબાઇલ આપી દે છે પણ મોબાઇલમાં હિસ્ટ્રી ડિલીટ કરતાં બાળકોને આવડે જ છે. જેમ આપણે આપણાં મા-બાપ કરતાં વધુ સ્માર્ટ હતાં એમ આપણી પછીની પેઢી પણ આપણા કરતા વધુ સ્માર્ટ છે. સાથોસાથ એવી કુમળી વયે સાચી વાત સાચા રસ્તે ખબર પડવી જોઈએ એના કરતાં સ્માર્ટ ફોનથી વધુ ખબર પડે છે.
કેટલાંક સવાલો મનમાં ઉઠે છે,
- સમાજમાં દુષ્કર્મના બનાવો ન વધે એ માટેનું સાહિત્ય કંટ્રોલ કરવાનું શક્ય છે ખરું?
- શું આપણે ત્યાં હવે એવો સમય આવી ગયો છે કે, દરેક દીકરીને સ્પેશિયલ કોર્સ કરાવવો જોઈએ કે, આ ખરાબ છે અને આ સારું?
- કંઈ અજુગતું બને તો વ્યક્ત થવા માટે સંકોચ ન થાય એવું વાતાવરણ ઉભું કરવાનો સમય નથી આવી ગયો?
- દુષ્કર્મના કેસને પ્રાયોરિટી સ્વરુપે લેવાનું ફરજિયાત ન થવું જોઈએ?
- સૌથી વિવાદાસ્પદ વિચાર અને સવાલ એ છે કે, શું રેડલાઇટ એરિયાને કાયદેસર કરી દેવા જોઈએ?
- શું દુષ્કર્મના આરોપીને કડકમાં કડક સજા જલદી આપી શકાય એવું ન થવું જોઈએ?
- સગાં-સંબંધી કે પડોશીઓ એમની સાથે આપણો સંબંધ બહુ ઉંચો હોય પણ દીકરીનું શોષણ થાય ત્યારે એ સંબંધમાં ચોખ્ખું ને ચટ્ટ કહી દેવાની હિંમત આપણે ક્યારે કેળવીશું?
- શું પરિવારના દરેક પુરુષમાં એ લાગણી હોવી જરુરી નથી કે તમારી આસપાસ જીવતી બાળકી, મહિલા, સ્ત્રી, પ્રૌઢાને સુરક્ષિત ફીલ થવું જોઈએ?
- શું દરેક પુરુષમાં એ સમજ કેળવાવી ન જોઈએ કે, સ્ત્રીને ફક્ત એક જ નજરથી ન જોવામાં આવે?!
આ અને આવા અનેક સવાલોના જવાબો સરકાર અને સમાજમાં અવેરનેસ લાવતાં કાર્યકરો કે સંસ્થા જ આપી શકે. હમણાં એક ‘અ થર્સ ડે’ નામની ફિલ્મ આવી. એમાં હીરોઇનને બાળપણમાં દુષ્કર્મનો ભોગ બનેલી બતાવી છે. એના મનમાં અને અસ્તિત્વ સાથે જોડાયેલાં સવાલો, ગુનેગારોને ન મળતી સજા એને ક્રાઈમ કરવા તરફ પ્રેરે છે. અવાસ્તવિક અને નાટકીય વળાંકો સાથે આ ફિલ્મમાં છાપાની હેડલાઇન કહે છે કે, દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાનો કાયદો બની ગયો. વાંચનારા તમામ લોકોને એક વખત તો એમ થઈ જ આવશે કે, ભારતમાં પણ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા જ થવી જોઈએ.
કેટલાંક અંકુશો, ઘણી બધી અવેરનેસ અને કડક કાયદો જ દીકરીઓને દુષ્કર્મનો ભોગ બનતાં અટકાવી શકશે. સ્વસ્થ સમાજ માટે આવતીકાલનું ભવિષ્ય એવા ટીનેજર્સ કે યુવાનોને જ નહીં તમામ ઉંમરના પુરુષોને એ સમજણ આપવી પણ એટલી જ જરુરી છે કે, તમે કોઈ અશ્લીલ ક્લિપ જોઈ લો કે સાહિત્ય વાંચી લો એ પછીના આવેગો સંતોષવા માટે અને ઉંમરની સાથે આવતાં આવેગો પ્રમાણે વાસના ન સંતોષી શકાય એવી સમજ કેળવવી પણ એટલી જ જરુરી બને છે.
Advertisement