Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે! વાંચો અહેવાલ

જો તમે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું અને ત્યાં સેટલ થવાનું વિચારી રહ્યા છો અથવા પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે. એક તરફ જ્યાં કેનેડાએ વિઝા લેવા માટેની GIC (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) ફીમાં બમણો વધારો ઝીંક્યો...
ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો  તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે  વાંચો અહેવાલ

જો તમે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું અને ત્યાં સેટલ થવાનું વિચારી રહ્યા છો અથવા પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે. એક તરફ જ્યાં કેનેડાએ વિઝા લેવા માટેની GIC (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) ફીમાં બમણો વધારો ઝીંક્યો છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટુડન્ટ વિઝા નિયમો વધુ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર, ઑસ્ટ્રેલિયા સરકાર હવે માઇગ્રેન્ટ પોલિસી વધુ કડક કરવા જઈ રહી છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાએ સોમવારે જણાવ્યું કે, તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને ઓછા કુશળ વર્કર (low-skilled workers) માટે વિઝા નિયમો વધુ કડક કરશે, જેથી આગામી બે વર્ષોમાં માઇગ્રેન્ડ એન્ટ્રી (migrant entry)માં ઘટાડો થઈ શકે. આ મામલે સરકાર તેની પોલિસીમાં સુધારો કરવા માગે છે. કેટલીક નીતિઓ હેઠળ, વિદેશી વિદ્યાર્થીઓએ ઇંગ્લિશની પરીક્ષાઓમાં ઉચ્ચ રેટિંગ મેળવવું પડશે. ઉપરાંત, એક જ વિદ્યાર્થી દ્વારા બીજી વારની વિઝા અરજી પર વધુ તપાસ કરવામાં આવશે. આ કારણે તેમના વિઝા આવવામાં વધુ સમય લાગી શકે છે.

ઑસ્ટ્રેલિયામાં માઇગ્રેન્ટની સંખ્યામાં વધારો

Advertisement

ઓસ્ટ્રેલિયા ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ'નીલે મીડિયાને જણાવ્યું હતું કે, અમારી વ્યૂહરચના સ્થળાંતર સંખ્યાને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ કરશે. હાલના સમયે ઑસ્ટ્રેલિયા સ્થળાંતરનો અનુભવ કરી રહ્યો છે. આ માત્ર સંખ્યાઓ વિશે નથી, ફક્ત આ ક્ષણ માટે નથી. આ ઑસ્ટ્રેલિયાના ભવિષ્ય વિશે છે. જ્યારે ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બાનીઝે કહ્યું હતું કે, ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર સંખ્યાને ટકાઉ સ્તરે પાછા લાવવાની જરૂર છે. વર્ષ 2022-23 દરમિયાન નેટ ઇમિગ્રેશન રેકોર્ડ 5,10,000ની ટોચે પહોંચવાની ધારણા બાદ આ નિર્ણય આવ્યો છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે સાલ 2024-25 અને 2025-26માં આ ઘટીને લગભગ વન ક્વાર્ટર મિલિયન થવાના અનુમાન છે. જે પ્રી-કોવિડ સ્તરના અનુરૂપ હશે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઑસ્ટ્રલિયામાં તાજેતરમાં કરવામાં આવેલા એક સરવેમાં સામે આવ્યું છે કે કે 62 ટકા ઑસ્ટ્રેલિયનનું માનવું છે કે દેશમાં માઇગ્રેન્ટની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે હવે આ મામલે સરકાર કેટલાક મહત્ત્વના નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કેટલો યોગ્ય? આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Advertisement

Tags :
Advertisement

.