Vladimir putin: ચૂંટણી પહેલાં રશિયામાં પુતિન દ્વારા તાનાશાહીને જોર આપાયું
રશિયામાં વર્ષ 2024 માં સામાન્ય ચૂંટણી યોજાશે
રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ચોથો કાર્યકાળ વર્ષ 2024 માં પૂરો થવાનો છે. રશિયામાં આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયામાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. પુતિને આ ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે રશિયન ટીવી જર્નાલિસ્ટ એકટેરીના ડંટસોવા પુતિન સામે ચૂંટણી લડશે, પરંતુ હવે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
યેકાટેરીના ડેન્ટોવા રશિયામાં પુતિનની ટીકાકાર છે
યેકાટેરીના ડેન્ટોવા રશિયામાં પત્રકાર રહી ચૂકી છે. તેમની ઉંમર અંદાજે 40 વર્ષની છે. તે વર્ષોથી પુતિનની ટીકાકાર રહી છે. યેકાટેરીનાને ત્રણ બાળકો છે અને તે પોતાની સંભાળ રાખે છે.
પુતિનના સમર્થકો દ્વારા યેકાટેરીને વિદેશી એજન્ટ ગણવામાં આવી રહી
એકટેરીના ડંટસોવાએ રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે અરજી કરી હતી, પરંતુ ચૂંટણી પંચે તેમની ઉમેદવારી ફગાવી દીધી હતી. જો કે ચૂંટણ પંચ દ્વારા અરજીમાં 'ભૂલો' જાહેર કરવામાં આવી છે. પુતિનના સમર્થકો દ્વારા યેકાટેરીના પર પશ્ચિમી દેશોના પ્યાદા તરીકે ચૂંટણી લડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પુતિનના સમર્થકોએ યેકાટેરીનાને વિદેશી એજન્ટ પણ ગણાવી છે. પશ્ચિમી મીડિયામાં યેકાટેરિના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ચૂંટણીમાં પુતિનને હરાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ પુતિન તેને સત્તામાં આવવા દેશે નહીં.
આ પણ: Drone Attack: લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા આતંકનો માહોલ સર્જાયો
.