Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lakshadweep Update: Lakshadweep ની ફરતે ભારતીય વાયુસેના તૈનાત કરાશે

Lakshadweep Update: Lakshadweep ને લઈને PM Narendra Modi ની સરકાર દ્વારા અલગ વિકાસલક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. ભારત સરકાર લક્ષદ્વીપના Minicoy Islands પર નવું એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સહિત આ એરપોર્ટ પર ફાઈટર જેટ, મિલિટરી એરક્રાફ્ટ...
lakshadweep update  lakshadweep ની ફરતે ભારતીય વાયુસેના તૈનાત કરાશે

Lakshadweep Update: Lakshadweep ને લઈને PM Narendra Modi ની સરકાર દ્વારા અલગ વિકાસલક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. ભારત સરકાર લક્ષદ્વીપના Minicoy Islands પર નવું એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સહિત આ એરપોર્ટ પર ફાઈટર જેટ, મિલિટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ એરક્રાફ્ટ પણ ઓપરેટ કરવામાં આવશે.

Advertisement

એક અહેવાલ અનુસાર, Minicoy Islands પર Dual Purpose Airfield બનાવવામાં આવશે. આ સિવાય સામાન્ય વિમાનના પણ એરક્રાફ્ટ અહીં અવર-જવર કરી શકે છે. તે ઉપરાંત અન્ય લશ્કરી વિમાનોનું લેન્ડિંગ અને ટેકઓફ પણ કરી શકાશે.

જો કે અગાઉ માત્ર લશ્કરી ઉપયોગ માટે એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકાર પાસે ગયો હતો. પરંતુ હવે તેને ફરીથી Dual Purpose Airfield તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું છે. જો અહીં એરફિલ્ડ બનાવવામાં આવશે તો ભારત અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ચારેય બાજુથી બાજ નજર રાખી શકશે.

Advertisement

Lakshadweep Update

Lakshadweep Update

Air force Airfield નું સંચાલન કરશે

આ એરપોર્ટ દ્વારા નૌકાદળ અને વાયુસેના માટે હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં ઓપરેશન ચલાવવાનું સરળ બનશે. તે ઉપરાંત ચીનની વધતી ગતિવિધિઓ પર રોક લગાવવાની પણ તક મળશે. Minicoy Islands પર એરસ્ટ્રીપ બનાવવાનો પહેલો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નવું Airport અને Airfield ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત કરવામાં આવશે.

Advertisement

અગાતી ટાપુ પર એકમાત્ર એરસ્ટ્રીપ છે

હાલમાં Lakshadweep ની આસપાસ માત્ર એક જ એરસ્ટ્રીપ છે. આ એરસ્ટ્રીપ અગાતી ટાપુ પર છે. પરંતુ અહીં તમામ પ્રકારના વિમાનો ઉતરી શકતા નથી. ત્યારે આ એરપોર્ટ બનાવવાની દરખાસ્ત ફૂલપ્રૂફ રીતે તૈયાર કરવામાં આવી છે. PM Narendra Modi ની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ સમગ્ર મામલે સમૂહ ચર્ચામાં કરવામાં આવી હતી.

Lakshadweep માં Navy પહેલાથી જ તાકતવર છે

Indian Navy લક્ષદ્વીપના કાવારત્તી ટાપુ પર INS Dweeprakshak નેવલ બેઝ ધરાવે છે. ભારતીય નૌકાદળ અહીં પહેલાથી જ મજબૂત છે. પરંતુ હવે Air Force ની તાકાત વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. INS Dweeprakshak દક્ષિણી નેવલ કમાન્ડનો એક ભાગ છે. તે અહીં 2012 થી કાર્યરત છે.

આ પણ વાંચો: Boycott Maldives : ભારત સાથે વિવાદ બાદ માલદીવમાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

Tags :
Advertisement

.