Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Horsetail Fall: અમેરિકામાં અદભૂત ઝરણું, સાંજના સમયે અગ્નિ વરસાવે

Horsetail Fall: America ના California માં Yosemite National Park આવ્યું છે. આ Yosemite National Park માં એક મોસમ આધારિત ઝરણું આવેલું છે. જેને Horsetail Fall તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન કોઈ એક નિશ્ચિત સમયે આ ઝરણામાંથી ધોધ સ્વરૂપે લાલ-કેસરી...
horsetail fall  અમેરિકામાં અદભૂત ઝરણું  સાંજના સમયે અગ્નિ વરસાવે

Horsetail Fall: America ના California માં Yosemite National Park આવ્યું છે. આ Yosemite National Park માં એક મોસમ આધારિત ઝરણું આવેલું છે. જેને Horsetail Fall તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન કોઈ એક નિશ્ચિત સમયે આ ઝરણામાંથી ધોધ સ્વરૂપે લાલ-કેસરી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળે છે.

Advertisement

આ ધોધમાંથી વહેતો પાણીનો પ્રવાહ પહોડોમાંથી આગ વરસતી હોય, તેવું પ્રતિત થતું હોય છે. ત્યારે વિશ્વનો સૌથી અનોખો ધોધ માનવામાં આવી રહ્યો છે. જો કે, આ આશ્ચર્યજનક નજારાનું રહસ્ય ખૂબ જ ચોંકાવનારું છે.

Advertisement

આ ઘટનાને સંલગ્ન એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં Yosemite National Park માં આવેલા Horsetail Fall માંથી આગવર્ષા થતી હોય, તેવું દ્રશ્યમાન થતું હોય છે. આ ઘટના ફેબ્રુઆરીના મધ્યથી મહિનાના અંત સુધી જ જોવા મળી શકે છે. સ્વચ્છ આકાશ અને સ્નોપેકમાંથી પૂરતા પ્રવાહ સાથે ધોધ સૂર્યાસ્ત સમયે થોડી મિનિટો માટે પ્રકાશિત થાય છે.'

Yosemite Firefall નું રહસ્ય શું છે?

Advertisement

એક અહેવાલ મુજબ, Yosemite Firefall એ કુદરતી ઓપ્ટિકલ ભ્રમણા છે. જ્યારે સૂર્યાસ્ત સમયે કિરણો Horsetail Fall ના ખરતા પ્રવાહોને માત્ર જમણા ખૂણા પર અથડાય છે, જેના કારણે લાલ-નારંગી તરંગો પેદા થાય છે. આ ઘટનાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.

યોસેમિટી ફાયરફોલ ક્યારે દેખાય છે?

યોસેમિટી ફાયરફોલ્સ જોવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીમાં 10 થી 27 ફેબ્રુઆરી દરમિયાન જોઈ શકાય છે. જ્યારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ સૂર્ય આથમે છે. ત્યારે તેનો પ્રકાશ ધોધ પર પડે છે. આ અદ્ભુત દૃશ્ય તે સ્થાન પર ફક્ત 3 મિનિટ માટે જ દૃશ્યમાન થાય છે. તેથી લોકો તેને જોવા માટે સાંજે 4 વાગ્યાથી યોસેમિટી નેશનલ પાર્કમાં એકઠા થવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો: Elon Musk: અરબપતિ એલનની ભારત તરફી બેટિંગ! શક્તિશાળી દેશોને કહ્યું કે…

Tags :
Advertisement

.