Israel Hamas War: હમાસે 200 થી વધુ નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું, દિલ્હીમાં ઈઝરાયેલની એમ્બેસીએ પોસ્ટરો લગાવ્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલું આ બંને વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની હાલમાં કોઈ સમયમર્યાદા નથી. આ દરમિયાન ઈઝરાયેલ ગાઝામાં ભારે બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 8800થી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયેલી નાગરિકોનું અપહરણ કરીને તેમને બંધક બનાવી લીધા હતા.
નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે બુધવારે તેના પોતાના નાગરિકોના પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેઓ હજુ પણ હમાસના નિયંત્રણમાં છે. જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
Israel Embassy in New Delhi has put up posters of the Israeli citizens who were kidnapped by Hamas terrorists following the October 7 attack. pic.twitter.com/HGhWTpgWAS
— ANI (@ANI) November 1, 2023
હમાસે 200થી વધુ નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું
7 ઓક્ટોબરના રોજ 2000થી વધુ આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા અને હમાસના લડવૈયાઓએ 200થી વધુ નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું હતું અને તેમને પોતાની સાથે ગાઝા લઈ ગયા હતા. આ ઈઝરાયેલના નાગરિકો હાલમાં ક્યાં છે તેની કોઈ માહિતી નથી.
હમાસે કોઈને છોડ્યા નહીં, બર્બરતાની હદ વટાવી દીધી
હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ કોઈને છોડ્યા ન હતા. તેણે બર્બરતાની હદ વટાવી દીધી હતી. 9 મહિનાથી 80 વર્ષ સુધીની 3,000થી વધુ મહિલાઓ, બાળકો અને પુરુષો ઘાયલ થયા હતા. મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો અને તેમના પ્રિયજનોથી નિર્દયતાથી અલગ કરવામાં આવી હતી. હમાસની કસ્ટડીમાં હજુ પણ 200થી વધુ ઈઝરાયેલના નાગરિકો છે.
હાલમાં જ હમાસે 4 લોકોને મુક્ત કર્યા હતા. હમાસે યુદ્ધના 13 દિવસ પછી 20 ઓક્ટોબરે અમેરિકન માતા અને પુત્રીને મુક્ત કર્યા હતા. થોડા દિવસો બાદ બે ઇઝરાયેલી મહિલાઓને બંધકમાંથી મુક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો -ISRAEL HAMAS WAR : ઇઝરાયેલની મુશ્કેલીઓ વધશે, હમાસ ફરીથી 7 ઓક્ટોબર જેવો નરસંહાર કરવાની તૈયારીમાં…