Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk At China: ભારત આવવાની અટકળો વચ્ચે ચીનના મહેમાન બન્યા Elon Musk

Elon Musk At China: ટેસ્લા (Tesla) ના માલિક એલોન મસ્ક (Elon Musk) ભારત (India) નો પ્રવાસ મુલતવી રાખ્યાના એક સપ્તાહ બાદ આજરોજ ચીન (China) પહોંચ્યા હતા. તો ઈલેક્ટ્રિક વાહનો (Tesla EV) ના મામલે ચીન (China) બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ...
elon musk at china  ભારત આવવાની અટકળો વચ્ચે ચીનના મહેમાન બન્યા elon musk

Elon Musk At China: ટેસ્લા (Tesla) ના માલિક એલોન મસ્ક (Elon Musk) ભારત (India) નો પ્રવાસ મુલતવી રાખ્યાના એક સપ્તાહ બાદ આજરોજ ચીન (China) પહોંચ્યા હતા. તો ઈલેક્ટ્રિક વાહનો (Tesla EV) ના મામલે ચીન (China) બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. અહીં તે ટેસ્લા (Tesla) વાહનોમાં ફુલ સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજી (FSD) રજૂ કરી શકે છે. 25 એપ્રિલે બેઈજિંગ (Beijing) ઓટો શો શરૂ થયાના થોડા દિવસો બાદ તે બેઈજિંગ પહોંચ્યો હતો.

Advertisement

  • ભારત છોડી ચીન પહોંચ્યા ટેસ્લાના માલિક

  • એક સપ્તાહ પહેલા ભારતની યાત્રા રદ કરી હતી

  • ચીનમાં ટેસ્લા FSD વર્ઝન લોન્ચ કરી શકે છે

Elon Muske એ આ મહિને ભારત આવવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને મળવાની યોજના બનાવી હતી. તો આ વર્ષના અંતમાં Tesla ના માલિક ભારતની મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરી હતી. અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા Tesla ના CEO Elon Musk, China ના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડ (CCPIT) ના આમંત્રણ પર 28 એપ્રિલે બપોરે Beijing પહોંચ્યા હતા. તેમણે કાઉન્સિલના અધ્યક્ષ રેન હોંગબીન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ પણ વાંચો: West African Praises BJP: આફ્રિકાની ધરતી પણ અબ કી બાર 400 પારના નારાથી ગુંજી…!

Advertisement

2020 પછી ટેલ્સાની EV ચીનમાં લોકપ્રિય બની

Tesla ના માલિકે China ના વડાપ્રધાન લી ક્વિઆંગ સાથે મુલાકાત કરી અને દેશમાં તેના વ્યવસાયને વિસ્તારવાની યોજના અંગે ચર્ચા કરી.એવું માનવામાં આવે છે કે તેઓ Beijing માં સ્ટેટ કાઉન્સિલના વરિષ્ઠ ચીની અધિકારીઓ અને જૂના મિત્રોને મળી શકે છે. 2020 માં શાંઘાઈમાં ફેક્ટરી ખોલ્યા પછી Tesla ચીનમાં લોકપ્રિય EV બની ગઈ છે.

આ પણ વાંચો: Bank Crisis: અમેરિકામાં વધુ એક બેન્ક દેવામાં ડૂબી

Advertisement

ચીનમાં ટેસ્લા FSD વર્ઝન લોન્ચ કરી શકે છે

જોકે, Tesla કંપની ચાઇનીઝ EV કંપનીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે અને તેણે ચીનમાં ટોચ પર તેનું સ્થાન જાળવી રાખવા માટે તેના વાહનોના ભાવમાં છ ટકા સુધીનો ઘટાડો કરવો પડ્યો છે. તાજેતરમાં Tesla ના માલિકે X પોસ્ટ પર લખ્યું હતું કે, વહેલી તકેTesla ની FSD કાર ચીનના ગ્રાહકો માટે બહાર પાડવામાં આવશે. Tesla ના માલિકે 4 વર્ષ પહેલા Tesla નું FSD વર્ઝન યુએસએ માટે લોન્ચ કર્યું હતું. તેની સાથે તેઓએ વિશ્વની સૌથી પહેલી હાઈબ્રિડ કાર લોન્ચ કરી હતી.

આ પણ વાંચો: Israel Hostages Video: યુદ્ધ વિરામની અટકળો વચ્ચે હમાસે ઈઝરાયેલી બંધકોનો વીડિયો કર્યો જાહેર

Tags :
Advertisement

.