Longest Fingernails World Record: દીકરીની યાદમાં 25 વર્ષથી નખ ના કાપ્યા, જાણો કોણ છે તે મહિલા
Longest Fingernails World Record: એક મહિલાને પોતાના નખ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેણે 25 વર્ષ સુધી નખ જ કાપ્યા નહીં. તેના નખ આશરે 13 મીટર લાંબા થઈ ગયા છે. જોકે આ મહિલા તેના નખની પોતાના સંતાનની જેમ કાળજી રાખે છે. તેણે પોતાના નખ વડે વિશ્વનો સૌથી અનોખો રેકોર્ડ બનાવ્યો છે અને આ રેકોર્ડ માટે તેનું નામ Guinness Book of World Records માં પણ નોંધાયેલું છે.
ડાયનાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં
તેની દીકરીનું 1997 માં અસ્થમાથી મૃત્યુ થયું
તેની દીકરીની યાદમાં આ નિર્ણય લીધો
સૌથી લાંબા નખ હોવાનો રેકોર્ડ બનાવનાર તે પ્રથમ મહિલા બની ગઈ છે. તેની તમામ 10 આંગળીઓના નખની લંબાઈ ડબલ ડેકર બસ જેટલી 42 ફૂટ 10 ઈંચ છે. આ મહિલાનું નામ છે ડાયના આર્મસ્ટ્રોંગ (Diana Armstrong) છે, જે અમેરિકાની રહેવાસી છે. Diana Armstrong નું કહેવું છે કે શરૂઆતના તબક્કાઓમાં નખના કારણે તેને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે આ કોઈ સપના સમાન લાગે છે.
આ પણ વાંચો: Mount Everest છે કે પછી મુંબઈનું દાદર સ્ટેશન, પહાડ પર ચઢવા લોકોએ લગાવી લાંબી લાઈન… Video
તેની દીકરીનું 1997 માં અસ્થમાથી મૃત્યુ થયું
View this post on Instagram
63 વર્ષીય Diana Armstrong એ જણાવ્યું કે 25 વર્ષ સુધી નખ ન કાપવાનું કારણ તેની પુત્રી લથીસા છે, જેનું 1997 માં અસ્થમાથી મૃત્યુ થયું હતું. લથીસા દર મહિને હાથ તથા નખની સાજસંભાળ (manicure) કરાવતી હતી. તેણીને તેના નખ ખૂબ જ પસંદ હતા. Diana Armstrong એ તેના મૃત્યુના એક દિવસ પહેલા લથીસાના નખ સાફ કર્યા હતા અને બીજા દિવસે તેણીની તબિયત અચાનક બગડવાને કારણે તેણીનું ઊંઘમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: landslides : Papua New Guinea માં ભયંકર ભૂસ્ખલન, 2000 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા…
તેણી પોતાની દીકરીને શ્રદ્ધાંજલિ આપી છે
તેથી જ Diana Armstrong એ આજ સુધી પોતાના નખ કાપ્યા નથી. જો કે, આના કારણે તેણે ઘણા બલિદાન આપવા પડ્યા. જેમ કે તે કાર ચલાવી શકતી નથી. અકસ્માત થવાના ભયને કારણે Diana Armstrong એ વાહન ચલાવવાનું છોડી દીધું હતું. પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવે છે. Diana Armstrong ના નખ 2022 માં જ જમીનને સ્પર્શ કરી જાય, તે હદે વધી ગયા હતા. Diana Armstrong દરેક નખને વિવિધ રંગોથી રંગે છે. ડાયના કહે છે કે પોતાના નખ ન કાપવાનો નિર્ણય કરીને તેણી પોતાની દીકરીને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચો: QATAR AIRWAYS: દોહાથી ડબલિન જઈ રહી ફ્લાઈટમાં Air turbulence ની ખામી સર્જાતા મચી અફરા-તફરી