Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિની પુત્રીએ Girlfriend ને Kiss કરી સમલૈંગિક સંબંધ માટે કરી માંગ, જુઓ તસવીરો

Cameroon President daughter: સમલૈંગિક લગ્ન અને સંબંધ માટે દુનિયાના અનેક દેશમાં પરવાનગી મળી છે, તો કેટલાક દેશમાં હજુ પણ તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ભારત જેવા દેશમાં પણ સમલૈંગિક લગ્ન અને સંબંધ પર પરવાનગી આપવામાં આવી નથી.હજુ પણ...
રાષ્ટ્રપતિની પુત્રીએ girlfriend ને kiss કરી સમલૈંગિક સંબંધ માટે કરી માંગ  જુઓ તસવીરો

Cameroon President daughter: સમલૈંગિક લગ્ન અને સંબંધ માટે દુનિયાના અનેક દેશમાં પરવાનગી મળી છે, તો કેટલાક દેશમાં હજુ પણ તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ભારત જેવા દેશમાં પણ સમલૈંગિક લગ્ન અને સંબંધ પર પરવાનગી આપવામાં આવી નથી.હજુ પણ ભારતની સુપ્રીમ કોર્ટમાં આ સામાજિક નિર્ણયને લઈ વિચારણા ચાલી રહી છે. તો ભારત ઉપરાંત આફ્રિકાના Cameroon દેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Advertisement

  • Layyons Valença ને Kiss કરતી જોવા મળી રહી છે

  • Brenda biya Cameroon ના રાષ્ટ્રપતિ પોલ બિયાની પુત્રી

  • રાષ્ટ્રપતિ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી

તો આફ્રિકાના Cameroon માં સમલૈંગિક લગ્ન અને સંબંધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ કાનૂન તોડનારને 5 વર્ષની સજા ફટકારવામાં આવે છે. તેમ છતાં કાયદાનું રક્ષણ કરનાર અને દેશા રક્ષક એવા Cameroon ના President ની પુત્રી સરાજાહેર કાનૂન તોડી રહી છે. તો Cameroon ના President ની પુત્રી Brenda biya એ સમલૈંગિક સંબંધ ધરાવે છે. Brenda biya એ તેની Girlfriend Layyons Valença સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. તો આ તસવીરમાં Brenda biya એ Layyons Valença ને Kiss કરતી જોવા મળી રહી છે.

Brenda biya Cameroon ના રાષ્ટ્રપતિ પોલ બિયાની પુત્રી

Advertisement

તો Brenda biya એ આ તસવીર પોસ્ટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશો આફ્રિકાને પાઠવ્યો છે. તેણીએ કહ્યું છે કે, મારા જેવા દરેક લોકોએ સામે આવવાની જરૂર છે. પોતાના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. કારણ કે... હું જાણું છે મારી જેમ અનેક લોકો સમલૈંગિક સંબંધ ધરાવે છે. તો આફ્રિકામાં સરકારે સમલૈંગિક સંબંધ પરથી પ્રતિબંધ હટાવવો પડશે.Brenda biya Cameroon ના રાષ્ટ્રપતિ પોલ બિયાની પુત્રી છે, જેઓ 1982 થી રાષ્ટ્રપતિ છે. તેઓ આફ્રિકાના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પ્રમુખોમાંના એક છે. પોલ બિયા 91 વર્ષના છે, પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

રાષ્ટ્રપતિ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી

Brenda biya દાવો કરે છે કે સમલૈંગિકો સામેનો કાયદો તેના પિતા સત્તામાં આવ્યા તે પહેલાનો છે. તેથી તે આ કાયદા માટે તેના પિતાને દોષી ઠેરવી શકતી નથી. આ અંગે રાષ્ટ્રપતિ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ સરકારી સૂત્રોનું કહેવું છે કે આ Brenda biya ના અંગત જીવનનો મામલો છે. તેને જે છોકરી પસંદ છે તે દેશ બહારની છે. તેથી હાલમાં Brenda biya સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. આ કોઈ પણ રીતે Cameroon ના રાષ્ટ્રપતિ સાથે સંબંધિત મામલો નથી.

Advertisement

આ પણ વાંચો: Mountaineer William Stampfl: 22 વર્ષ પહેલા લાપતા થયેલો પર્વતારોહક Glaciers પીગળવાથી મળી આવ્યો

Tags :
Advertisement

.