Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય ક્રિકેટને લાગ્યો મોટો ઝટકો, ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે લીધા અંતિમ શ્વાસ

IPL નું 16મું સંસ્કરણ શરૂ થઇ ગયું છે, આ વચ્ચે ક્રિકેટ રમતથી જોડાયેલા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીનું આજે રવિવાર (2 એપ્રિલ) સવારે નિધન થયું છે. તેમણે જામનગર સ્થિતિ પોતાના ઘરે...
ભારતીય ક્રિકેટને લાગ્યો મોટો ઝટકો  ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે લીધા અંતિમ શ્વાસ
IPL નું 16મું સંસ્કરણ શરૂ થઇ ગયું છે, આ વચ્ચે ક્રિકેટ રમતથી જોડાયેલા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીનું આજે રવિવાર (2 એપ્રિલ) સવારે નિધન થયું છે. તેમણે જામનગર સ્થિતિ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઇએ કે, સલીમ દુર્રાની 88 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા.
સલીમ દુર્રાની 88 વર્ષના હતા
અફઘાનિસ્તાનમાં જન્મેલા 1960 ના દાયકાના અનુભવી સલીમ દુર્રાનીએ ઘણા વર્ષો સુધી ભારત માટે ક્રિકેટ રમી હતી અને અર્જુન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીનું લાંબી માંદગી બાદ રવિવારે સવારે તેમના જામનગરના ઘરે નિધન થયું હતું. તેમના મૃત્યુની પુષ્ટિ પારિવારિક સૂત્રો દ્વારા કરવામાં આવી હતી. તેઓ 88 વર્ષના હતા. દુરાની ડાબા હાથના ધીમા બોલર હતા જેમણે ભારત માટે 29 ટેસ્ટ રમી હતી અને 75 વિકેટ લીધી હતી. દુર્રાની બેટ વડે સિક્સર મારવાની ક્ષમતા માટે પણ પ્રખ્યાત હતા. તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 104 રનના સર્વોચ્ચ સ્કોર સાથે બેટ વડે 1202 રન બનાવ્યા હતા. દુર્રાની 1961-62 માં ઈંગ્લેન્ડ સામે ભારતની શ્રેણી જીતવામાં કરવામાં આવેલા પ્રદર્શન માટે સૌથી વધુ જાણીતા છે. તેમણે કોલકાતા અને ચેન્નાઈ ટેસ્ટમાં આઠ અને દસ વિકેટ લઈને ભારતને શ્રેણી 2-0થી જીતવામાં મદદ કરી હતી. સ્થાનિક ક્રિકેટમાં, દુર્રાની સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત માટે રણજી ટ્રોફી રમ્યા હતા. તે પઠાણ કુળના હતા અને તેમના માતા-પિતા અફઘાનના હતા. દુર્રાનીએ ગુજરાત સામેની તેમની પ્રથમ રણજી ટ્રોફી મેચથી જ તેમની બોલિંગ કુશળતા બતાવવાની શરૂઆત કરી હતી.
https://twitter.com/ANI/status/1642377586314727424?s=20
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ પણ સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું, 'સલીમ દુર્રાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, તેઓ પોતાનામાં એક સંસ્થા હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ મેદાનની અંદર અને બહાર પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના મૃત્યુથી હું દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.'
https://twitter.com/narendramodi/status/1642388435540357120?s=20
વળી, PM મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું, 'સલીમ દુર્રાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને ઊંડો નાતો છે. તે થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે અને તેમના બહુઆયામી વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમની કમી ચોક્કસપણે થશે.'
ફિલ્મોમાં પણ કામ કર્યું છે
સલીમ દુર્રાની તેમના જબરદસ્ત દેખાવ માટે પણ જાણીતા હતા. તેમણે તેમની છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1973 માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. દુર્રાનીએ વર્ષ 1973માં જ બોલિવૂડ ફિલ્મ 'ચરિત્ર' માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પરબીન બાબી ખૂબ જ સુંદર હીરોઈન હતી. આ સિવાય સલીમને 2011 માં BCCI દ્વારા સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.