Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોર્બેવેક્સ વેક્સિનના 25 કરોડ ડોઝ આજે ભારતને મળશે, જાણો શું ખાસિયત છે આ વેક્સિનની

કેન્દ્ર સરકારને કોર્બેવેક્સ વેક્સિન પ્રથમ જથ્થો મંગળવારે મળશે. આ સાથે હવે 12 થી 18 વર્ષના બાળકો માટે નવી વેક્સિન ઉપલબ્ધ થશે. હાલમાં, 15 થી 18 વર્ષની વયના બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.   સરકાર 12 થી 18 વર્ષની વયના બાળકો માટે બાયોલોજિકલ ઇ કંપનીએ તૈયાર કરેલ કોરોના રસીના 30 કરોડ ડોઝ ખરીદી રહી છે. તેમનો ખરીદીનો ઑર્ડર ઑગસ્ટ 2021માં આપવામાં આવ્યો હતો. બાયોલોજિકલ E એ તેની વેક્સીન, Co
કોર્બેવેક્સ વેક્સિનના 25 કરોડ ડોઝ આજે ભારતને મળશે  જાણો શું ખાસિયત છે આ વેક્સિનની

કેન્દ્ર સરકારને કોર્બેવેક્સ વેક્સિન પ્રથમ જથ્થો મંગળવારે મળશે. આ સાથે હવે 12 થી 18 વર્ષના બાળકો
માટે નવી વેક્સિન ઉપલબ્ધ થશે. હાલમાં
, 15 થી 18 વર્ષની વયના બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

Advertisement

 

સરકાર 12 થી 18 વર્ષની વયના બાળકો માટે
બાયોલોજિકલ ઇ
કંપનીએ તૈયાર
કરેલ
કોરોના રસીના 30 કરોડ ડોઝ ખરીદી રહી છે. તેમનો
ખરીદીનો ઑર્ડર ઑગસ્ટ 2021માં આપવામાં આવ્યો હતો. બાયોલોજિકલ 
E એ તેની વેક્સીન, Corbevax ના 25 કરોડ ડોઝનું ઉત્પાદન કર્યું છે. તે થોડા અઠવાડિયામાં બાકીના ડોઝ પણ તૈયાર
કરશે.

Advertisement

 

ગયા વર્ષે, સરકારે આ વેક્સિનનની ખરીદી માટે હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઇને
1500 કરોડની એડવાન્સ પેમેન્ટ કરી હતી. એક દિવસ પહેલા
, ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DGCI) એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોર્બેવેક્સ રસીના કટોકટીના
ઉપયોગને મંજૂરી આપી છે. એવી અપેક્ષા છે કે
, ડીજીસીઆઈ ટૂંક સમયમાં તેની અંતિમ
મંજૂરી આપશે.

Advertisement

 

ગયા વર્ષે ડિસેમ્બરમાં, DGCI એ પુખ્ત વયના લોકો માટે કોર્બેવેક્સના મર્યાદિત કટોકટીના ઉપયોગની
મંજૂરી આપી હતી
, પરંતુ વર્તમાન રસીકરણ અભિયાનમાં હજુ
સુધી આ રસીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રસીનો
જથ્થો પ્રાપ્ત કર્યા પછી, તે 12 થી 18 વર્ષની વયના બાળકોને રસી
આપવાનું નક્કી કરી શકે છે.

 

 

દેશની
પહેલી પ્રોટીન આધારિત વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના
જણાવ્યા અનુસાર
, કોર્બેવેક્સ વેક્સિન ભારતની પ્રથમ RBD પ્રોટીન આધારિત કોવિડ-19 વેક્સિન છે. ભારત બાયોટેકની કોવેક્સિન પછી આ બીજી રસી છે, જે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે.

Tags :
Advertisement

.