છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 425 કેસ, 01 મૃત્યુ
ગુજરાતમાં કોરોનાના કોરોનાના(Corona) કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પાછલા 24 કલાકની દજો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે નવા 425 કેસ નોંધાયા છે, જો કે આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. જયારે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3480 છે. સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે, 98.96 ટકા થયો છે. બીજીતરફ આજે કોરોનાથી 663 દર્દીઓ સાજા થયા છે. જાણો આજે ક્યાં નોંધાયા કેટલા કેસ જયારે રાજà«
03:13 PM Aug 16, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં કોરોનાના કોરોનાના(Corona) કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પાછલા 24 કલાકની દજો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે નવા 425 કેસ નોંધાયા છે, જો કે આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. જયારે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3480 છે. સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે, 98.96 ટકા થયો છે. બીજીતરફ આજે કોરોનાથી 663 દર્દીઓ સાજા થયા છે.
જાણો આજે ક્યાં નોંધાયા કેટલા કેસ
જયારે રાજ્યમાં જીલ્લા મુજબ આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 145,રાજકોટમાં 47, વડોદરામાં 43, સુરતમાં 15, અમરેલીમાં 14, સુરત જિલ્લામાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 12,વલસાડમાં12, ગાંધીનગર જિલ્લામાં 11, ગાાંધીનગરમાં 10, નવસારીમાં 10,જામનગરમાં 09, રાજકોટ જિલ્લામાં 08, વડોદરા જિલ્લામાં 08, પોરબંદરમાં 07, પાટણમાં 06,અમદાવાદ જિલ્લામાં 05, બનાસકાંઠામાં 05,ભરૂચમાં 04, સુરેન્દ્રનગરમાં 04,તાપીમાં 04,પંચમહાલ 03,સાબરકાંઠા 03, આણંદમાં 02,અરવલ્લીમાં 2,ભાવનગરમાં 02,ખેડામાં 02,મોરબીમાં 02,ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01 અને જુનાગઢમાં 01 કેસ નોંધાયો છે.
બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ
તહેવારની સિઝનમાં તકેદારી રાખવી જરુરી છે. જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ જાતે જ સંપર્ક ટાળવો જોઇએ. રાજ્યમાં રસીકરણ પણ તેજવંતુ કરાયું છે. તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે, સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.
Next Article