Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 20,551 નવા કેસ, 70 દર્દીઓના થયા મોત

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગુરુવારે કોરોનાના કેસ 19,893 નોંધાયા હતા. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં આજે પણ દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા
05:19 AM Aug 05, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગુરુવારે કોરોનાના કેસ 19,893 નોંધાયા હતા. 

આજે ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં આજે પણ દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20,551 નવા કેસ નોંધાયા છે, જ્યારે 70 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના વાયરસના 19,893 નવા કેસ નોંધાયા હતા જ્યારે 53 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 658 નો વધારો નોંધાયો છે.

આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,551 નવા કેસ નોંધાયા છે જ્યારે 70 લોકોના મોત થયા છે. આ દરમિયાન 21,595 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,35,364 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1114 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. 
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,41,07,588 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,34,45,624 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 5,26,600 લોકોના મોત થયા છે.

Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesvaccine
Next Article