Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,940 લોકો થયા સંક્રમિત, 20 લોકોના થયા મૃત્યુ

ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 91,779 પર પહોંચી ગઈ છે. જો આપણે કોરોનાથી સંક્રમિત થવાના દૈનિક દર પર નજર કરીએ તો તે 4.39 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 3.30 ટકા છે. રિકવરી રેટ હાલમાં 98.58 ટકા છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશભરમાં કોરોના સંક્રમણને કારણે 20 લોકોના મોત થàª
દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 940 લોકો થયા સંક્રમિત  20 લોકોના થયા મૃત્યુ
Advertisement

ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 91,779 પર પહોંચી ગઈ છે. જો આપણે કોરોનાથી સંક્રમિત થવાના દૈનિક દર પર નજર કરીએ તો તે 4.39 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 3.30 ટકા છે. રિકવરી રેટ હાલમાં 98.58 ટકા છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશભરમાં કોરોના સંક્રમણને કારણે 20 લોકોના મોત થયા છે.

દેશવ્યાપી વેકસિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.94 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  દેશમાં કોરોનામાંથી રિકવરીનો દર હાલમાં 98.58 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 12,425 રિકવરી સાથે, કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા વધીને 4,27,61,481 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3,63,103 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ ટેસ્ટની સંખ્યા 86.02 કરોડ થઈ ગઈ છે.
શુક્રવારે સામે આવેલા કોરોનાના આંકડાઓએ લોકોને ચોંકાવી દીધા હતા. ગઈકાલે, દેશમાં 17,336 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા હતા. જે ફેબ્રુઆરીના મધ્યથી સૌથી વધુ દૈનિક આંકડો છે. આ આંકડાને દેશમાં કોરોનાની નવી લહેર આવવાની સંભાવના તરીકે જોવામાં આવી રહી છે કારણ કે સંક્રમણની ગતિ ઓછી થયા બાદ આટલો અચાનક ઉછાળો આવતા ચિંતામાં વધારો થયો છે. 
છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 5,218, કેરળમાં 3,890, દિલ્હીમાં 1,934, તમિલનાડુમાં 1,063, અને હરિયાણામાં 872 લોકો સંક્રમિત થયા છે. વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને વાયરસના કોઈપણ સંભવિત પરિવર્તન માટે સ્કેન કરવા માટે જીનોમ સિક્વન્સિંગનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે તથા સમગ્ર પરિસ્થિતિ પર પણ નજર રાખવાનું જણાવ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.

×