દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,313 લોકો થયા કોરોનાથી સંક્રમિત
દેશમાં કોરોના વાયરસના કેસમાં 8.68 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13,313 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 43,344,958 થઈ ગઈ છે. બીજી તરફ દેશભરમાં એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ 83,990 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 10,972 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,27,36,027 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 38
દેશમાં કોરોના વાયરસના કેસમાં 8.68 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13,313 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 43,344,958 થઈ ગઈ છે. બીજી તરફ દેશભરમાં એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ 83,990 એક્ટિવ કેસ છે.
Advertisement
છેલ્લા 24 કલાકમાં 10,972 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,27,36,027 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,24,941 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,91,941 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,96,62,11,973 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને નિષ્ણાતોની ટીમ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં કોવિડ-19ના 1,000 થી વધુ દર્દીઓ 10 રાજ્યોમાં સારવાર હેઠળ છે. નિષ્ણાતોની ટીમમાં ડૉ. રણદીપ ગુલેરિયા, ડિરેક્ટર, AIIMS, ડૉ. બલરામ ભાર્ગવ, ડિરેક્ટર જનરલ, ICMR અને સુજીત સિંહ, ડિરેક્ટર, NCDC સામેલ હશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, બાયોટેકનોલોજી વિભાગના સચિવ રાજેશ એસ ગોખલે, ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ એસ અપર્ણા અને અન્યો પણ બેઠકમાં ભાગ લેશે.
.
Advertisement