છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાંથી 13,216 લોકો થયા સંક્રમિત, 23 દર્દીઓના થયા મૃત્યુ
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાની ગતિ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા 2.9% વધુ છે. દેશમાં રિકવરી રેટ 98.63% પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,148 દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કુલ 0.16 ટકા એટલેકે 68,108 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 5,045 એક્ટિવ કેસ વધ્યા છે. 24 કલાકમાં કુલ 5,19,903 સેમ્પલનું પરીકà
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાની ગતિ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા 2.9% વધુ છે. દેશમાં રિકવરી રેટ 98.63% પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,148 દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
Advertisement
ભારતમાં કોરોનાના કુલ 0.16 ટકા એટલેકે 68,108 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 5,045 એક્ટિવ કેસ વધ્યા છે. 24 કલાકમાં કુલ 5,19,903 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે બાદ ભારતમાં કોરોના ટેસ્ટની કુલ સંખ્યા 85.73 કરોડ પર પહોંચી ગઈ છે. જ્યારે દેશવ્યાપી કોરોના વેકસિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,96,00,42,768 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14,99,824 વેક્સિનના ડોઝ આપવાના આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4,26,90,845 લોકો કોરોનાથી સાજા થયા છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં થયેલા કુલ સંક્રમિતના 1.21 ટકા એટલેકે 5,24,840 લોકોના મૃત્યુ થયા છે.
Advertisement