દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,899 લોકો થયા સંક્રમિત,15 દર્દીઓના થયા મૃત્યુ
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે. 8518 દર્દીઓ સાજા થયા છે અને 15 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશવ્યાપી વેકસિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.14 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 13,24,591 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં એક્ટિવ કેસ 72,474 છે. રિકવરી રેટ હાલમાં 98.62% છે. દેશમાં અત્યારસુધી 4,26,
Advertisement
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે. 8518 દર્દીઓ સાજા થયા છે અને 15 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
દેશવ્યાપી વેકસિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.14 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 13,24,591 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં એક્ટિવ કેસ 72,474 છે. રિકવરી રેટ હાલમાં 98.62% છે. દેશમાં અત્યારસુધી 4,26,99,363 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
દૈનિક પોઝિટીવીટી રેટ 2.89% છે. સાપ્તાહિક પોઝીટીવીટી રેટ 2.50% છે. અત્યાર સુધીમાં 85.78 કરોડ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણના 1.21 ટકા દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. એટલેકે 5,24,855 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
Advertisement