Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના દક્ષિણમાં પ્રકૃતિની ગોદમાં વસેલા આ શિવ મંદિરની મુલાકાત આપને મંત્રમુગ્ધ કરી દેશે

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટીંબાગામે આવેલું છે ૪૦૦ વર્ષ જુનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર, મંદિરના પરિસરમાં ૬૨ ફૂટ ઉચી શિવજીની પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે, અહીં ૧૨ જ્યોતીલીંગ ના ભક્તો કરે છે દર્શન,શ્રાવણ...
11:39 AM Aug 22, 2023 IST | Vishal Dave

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટીંબાગામે આવેલું છે ૪૦૦ વર્ષ જુનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર, મંદિરના પરિસરમાં ૬૨ ફૂટ ઉચી શિવજીની પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે, અહીં ૧૨ જ્યોતીલીંગ ના ભક્તો કરે છે દર્શન,શ્રાવણ ના પવિત્ર માસ માં શિવ ભક્તો ભારત ના ૧૨ જ્યોતીલીંગ ના દર્શન કર્યા હોવાની અનુભૂતિ આ મંદિરે આવી કરે છે,આ મંદિરે શ્રાવણ માસ માં ભક્તોની ભારે ભીડ જામે છે.

 

શ્રાવણ માસ ની શરૂઆત થતા ની સાથે જ શિવ મંદિરો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠતા હોઈ છે ત્યારે શ્રાવણ માસ ના પાવન પર્વે આજે અમે તમને દર્શન કરાવીશું ૪૦૦ વર્ષ પૌરાણિક શિવાલય ના..જી હા સુરત જિલ્લા ના કામરેજ તાલુકા ના ટીમ્બા ગામે આવેલું છે ૪૦૦ વર્ષ જૂનું શિવ મંદિર.. આ મંદિર ગલતેશ્વર ધામ તરીકે પ્રચલિત છે આ મંદિર પર ભક્તો ભરપૂર આસ્થા ધરાવે છે જેને લઈ આ મંદિરે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે,મંદિર ભક્તો થી ઉભરાઈલું જ રહે છે,શ્રાવણ માસે,સોમવારે આ ગળતેશ્વર મંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટે છે અને મંદિર ભક્તો ના હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠે છે.કામરેજ ના ટીમ્બા ગામે બિરાજમાન ગળતેશ્વર મહાદેવ મંદિર નો શુ છે ઇતિહાસ?? જાણીએ અમારા ખાસ કાર્યક્રમ આસ્થાનું શિવાલય માં..

તાપી નદીના કિનારે દેખાતું આ અદભૂત દ્રશ્ય સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમાં આવેલ અતિ પ્રાચીન ગલતેશ્વર મહાદેવ મંદિરનું છે,૪૦૦ વર્ષ પુરાણા ગલતેશ્વર મંદિરમાં શિવલિં સ્વયંભુ પ્રગટ થયું હોવાની માન્યતા છે શ્રાવણના પવિત્ર માસે અને દર સોમવારે અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને ભગવાન શિવની આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવે છે.કામરેજ તાલુકાના ટીંબા ગમે આવેલા ગલતેશ્વર મહાદેવનો ઈતિહાસ એવો છે કે ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજી ને પ્રસન્ન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાથના કરી હતી પરંતુ સૂર્ય પુત્રી તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજીએ પૃથ્વી પર પધારવાની ના પાડી ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનું માહાત્મીય ( પવિત્રતા) હરિ લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા નારદજીએ પૃથ્વી પર આવી તપ અને પ્રાથના કરી તાપી માત ને પ્રસ્સન કર્યા.

તાપી માતાએ પ્રસ્સન થઇ નારદજી ને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતાનો માહાત્મીય માંગ્યો . તાપી માતાએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મ્ય તો આપ્યું પરંતુ વરદાન મળતાની સાથે જ નારદજી ભયભીત થઇ ગયા અને શરીર પર સફેદ ડાઘ એટલે કે કૃષ્ટ રોગ થયો નારદજી પોતાના પિતા ભ્રહ્માજી પાસે એજ અવદશામાં ગયા પણ ભ્રમ્હાજીએ નીશ્ચેય બાળકનું મોઢું જોવાની પણ ના પાડી દીધી અને સમાધિમાં લીન થઇ ગયા. નારદજી મનોમંથન પછી શંકર ભગવાન પાસે ગયા અને હકીકત જણાવી શ્રી ભોળા નાથે નારદજી ને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું તાપી માતા દયાળુ છે એટલે અવસ્ય પ્રસન્ન થશે એટલે નારદજી તાપી તટે ગંગાજી નું તપકરી ગંગા મૈયા ને આહ્વાન આપે છે અને નારદજી ના તપ ના પ્રભાવ થી ગંગાજી પ્રગટ થાય છે નારદજી અને ગંગાજી ના પ્રભાવે તાપી માતા પ્રસન્ન થાય છે નારદજી પણ રોગ મુક્ત થાય છે ત્યારે રોગ મુક્ત થતા હર્ષ નું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે ત્યાં ગલતેશ્વર મહાદેવ નું સ્થાપન કરવા માં આવે છે.

કામરેજ તાલુકા ના ટીંબા ગામે આવેલું અતિ પોરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થ સ્થાન છે જ્યાં ત્રિવેણી નદી નારદી ગંગા,ગોમતી ગંગા,અને સૂર્ય પુત્રી તાપી માતા નો સંગમ છે એટલે જ આ તીર્થ સ્થાનનું મહત્વ પ્રયાગરાજ નાશિક ત્યમબ્કેશ્વર જેટલું જ માનવા માં આવે છે જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે.. કહેવાય છે કે અહી કૃષ્ઠ (કોઢ) રોગના ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યા માં આવે છે, અને આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધા પૂર્વક સ્નાન કરે છે.

 

ભગવાન ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરી જે મનુષ્ય પ્રાથના અને ભક્તિ કરે છે તે ભક્ત ફરીવાર ગર્ભવાસ માં આવતો નથી અને જન્મ જન્માંતર ના ફેરા થી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે સાથે જ જે ભક્ત કૃસ્ઠ રોગ નો ભોગ બન્યો હોઈ તો નદી માં સ્નાન કરવા થી કૃસ્ઠ રોગ થી મુક્તિ પણ પામે છે .મહાસુદ પૂનમ ના દિવસે નારદજીએ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ મહાસુદ પૂનમ ને દિવસે તાપી નદી માં સ્નાન કરનાર ભક્તો મહા પુણ્ય અર્જિત કરે છે જ્યાં ગંગાજી અને તાપી માતા નું સંગમ થયું ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ ધારી સંકર ભગવાન પોતેજ બિરાજમાન છે આ પવિત્ર સંગમ પર તૃષા થી પીડિત મનુષ્ય એક ઘુટડો જલપાન કરે તો પાપો ના ધ્યેય સાથે સૂર્યલોક માં પ્રયાણ કરે છે.

કામરેજ ના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ ના મંદિરે શ્રાવણ માસ માં ભક્તો નું ઘોડાપુર ઉમટે છે.તાપી નદી ના કિનારે રમણીય વાતાવણ માં આવેલા આ મંદિરે ભક્તો ના મન ને શાંતિ પણ મળે છે જેને લઇ મોટી સંખ્યા ભક્તો અહી આવે આવે છે અને મંદિર માં બિરાજમાન ગલતેશ્વર મહાદેવ ની આરાધના માં લીન થઇ જાય છે.એવું પણ કહેવાઈ છે ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરવાથી ભક્તો ની જે મનોકામના હોઈ છે તે પણ અહી પૂર્ણ થાય છે.જેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે. ગલતેશ્વર મહાદેવ મંદિર ના તાપી નદી ના તટ પર ત્રિવેણી નદી નો સંગમ હોવાથી અહીં પિતૃદોષ ની પુંજા પણ ભક્તો કરાવે છે.

ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં ગામજનોના સહ ભંડોળે મંદિરના પરિષદમાં ૬૨ ફૂટ ઉચી શિવજીની પ્રતિમા મુકવા આવી છે જે પ્રતિમાની અંદર ભારતના ૧૨ જ્યોતીલીંગ સાથે સ્ફટિક અને અમરનાથનું શિવલિંગ આબેહુબ બનાવવા માં આવ્યા છે.ત્યારે શ્રાવણના પવિત્ર માસે ભક્તો ભારતના ૧૨ જ્યોતિલિંગના દર્શન અહી કરે છે અને ભક્તો ભારતના ૧૨ જ્યોતિલિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહી કરે છે.ત્યારે ૧૨ જ્યોતીલીગના દર્શન કરવા માટે દુર દુર થી ભક્તો અહી ઉમટે છે.

મંદિર ના ટ્રસ્ટ ધ્વારા ભક્તો માટે ઘણી સેવાઓ અહી પૂરી પાડવા માં આવે છે.દરરોજ ભક્તો માટે ભંડારો ચાલે છે જેમાં ભક્તો વિના મુલ્યે ભોજન નો લાભ લે છે સાથે જ સીનીયર સીટીઝન અથવા વિકલાંગ ભક્તો માટે પણ અહી વ્હિલચેર ની સેવાઓ પૂરી પાડવા માં આવે છે જેથી ભક્તો શાંતિ પૂર્વક દર્શન કરી શકે મંદિરની બિલકુલ બાજુમાં ૧૯ ગામ ની સ્મશાન ભૂમિ આવેલી છે આ ટ્રસ્ટ ધ્વારા આદિવાસી લોકોને વિના મુલ્યે અગ્નિ સંસ્કાર કરવા ની સેવા પૂરી પાડવામાં આવે છે.

ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર ઉપર ભક્તો ભરપુર વિશ્વાસ ધરાવે છે.જેથી આ મંદિરે ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે.શ્રાવણ માસ માં આ મંદિર શિવ ભક્તો થી ઉભરાયેલું રહે છે.વળી એવું પણ કહેવાઈ છે કે મંદિર માં બિરાજમાન ગલતેશ્વર મહાદેવ ના આશીર્વાદ થી ટીંબા ગામ ના લોકો પણ આજે સુખી સંપન્ન છે. ત્યારે ટીંબા ના ગ્રામજનો પણ આ મંદિર પર ભરપુર આસ્થા ધરાવે છે.

Tags :
Galteswar Mahadevlap of naturemesmerizedSHIVA TEMPLESouth Gujarat
Next Article