Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોસ્પિટલમાં એડમીટ કરવાની વાત સાંભળી વૃદ્ધ મહિલાએ ઘર છોડી દીધું, જાણો પછી શું થયું

અહેવાલઃ નથુ રામદા, જામનગર  જામનગરના દરેડ ગામ વિસ્તારમાંથી જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરી જણાવાયુ હતું કે મારા પાર્ટી પ્લોટ ના દરવાજે એક વૃદ્ધ માજી સવારના બેઠા છે અને તેઓ શારીરિક રીતે ખૂબ કમજોર છે વાત કરતા નથી અને અહીંયા...
હોસ્પિટલમાં એડમીટ કરવાની વાત સાંભળી વૃદ્ધ મહિલાએ ઘર છોડી દીધું  જાણો પછી શું થયું

અહેવાલઃ નથુ રામદા, જામનગર 

Advertisement

જામનગરના દરેડ ગામ વિસ્તારમાંથી જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરી જણાવાયુ હતું કે મારા પાર્ટી પ્લોટ ના દરવાજે એક વૃદ્ધ માજી સવારના બેઠા છે અને તેઓ શારીરિક રીતે ખૂબ કમજોર છે વાત કરતા નથી અને અહીંયા હાઇવે હોવાના લીધે વાહન વગાડી દેશે એનો ડર છે જેથી તેમને મદદની જરૂર છે. ટૂંક સમયમાં જામનગરની 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર મનીષા વઢવાણા અને પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવૈયા સ્થળ પર પહોંચ્યા હતા.. અને વૃદ્ધ માજી રોડ ઉપર સૂતેલા હતા તેમની કોણીયે ઘા વાગેલ હોવાથી પહેલા પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ કાઉન્સિેલિંગ કર્યુ હતું.

કાઉન્સિલિંગમાં માજીએ એમનું નામ જણાવ્યુ હતું અને ઘરેથી કંકાસના કારણે ઘર છોડ્યુ હોવાનું જણાવ્યું હતું.. એવું જણાવેલ તેમજ પોતાના ઘરનું સરનામું ખબર ન હતી પરંતુ પોલીસ ચોકી પાસે મંદિર છે એટલું જણાવેલ જેથી તપાસ કરતા જાણવા મળેલ કે ત્યાંના વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ત્યાં મંદિર છે અને ત્યાં એમની જ્ઞાતિના લોકો રહે છે જેથી એમને પૂછપરછ કરવાથી ઘર મળી શકે એમ છે ત્યાંથી માજી ને 181 ની ટીમ લઈને તેમના ઘરની શોધમાં નીકળ્યા ઘણી પૂછપરછ બાદ એક બહેને જણાવેલ કે આ માજી અહીંયા ના નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં અહીંયા રહેતા હતા હવે તે ગામડે રહે છે એમના કાકા દાદા ના ભાઈઓ અહીંયા રહે છે તેમના ઘરનુ સરનામું આપેલ અને જણાવેલ સરનામે પહોંચતા જાણવા મળેલ કે માજીની કિડની ફેલ થઈ ગયેલ છે અને હવે ડોક્ટરે કામ કરવાની ના પાડી છે તેમના પતિ અને દીકરાની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં કોઈ કમાવા વાળું નથી આ વૃધ્ધા મજૂરી કરી ઘર ચલાવતા પરંતુ ઘણા સમયથી એ પણ કામે નથી જઇ શકતા જેના કારણે ઘર ચાલવામાં મુશ્કેલી પડે છે અને તેમના કાકા-દાદા ના ભાઈઓએ જણાવેલ કે અમારી સાથે રહેવા આવતા રહો પરંતુ તેઓ આવવા માટે તૈયાર ન હતા પરંતુ વધારે બીમાર હોવાના કારણે તેઓ તેમના ઘરે લઈ આવેલ હતા અને એમને જણાવેલ કે આવતીકાલે તેમને હોસ્પિટલે એડમિટ કરવાના છે એવું જાણતા કોઈને કીધા વગર તેઓ ઘરેથી નીકળી ગયેલ હતા. અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમે માજી ને તેમના ભત્રીજા વહુ અને દેરાણીને સોપેલ જેથી તેમના પરિવારના સભ્યોએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.