Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રેનની અડફેટે સિંહના મોતનો મામલો, પરિમલ નથવાણીએ કહ્યું 'આ રુટ પર ટ્રેનની ગતિ મર્યાદાનું પુનઃ મુલ્યાંકન જરૂરી'

રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેનની ટક્કરે એક સિંહનું મોત અને એક સિંહ ઘાયલ થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ... આ ઘટના બાદ સિંહોની સુરક્ષાને લઇને ફરીએકવાર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ મામલે બોલતા કહ્યુ કે આ...
ટ્રેનની અડફેટે સિંહના મોતનો મામલો  પરિમલ નથવાણીએ કહ્યું  આ રુટ પર ટ્રેનની ગતિ મર્યાદાનું પુનઃ મુલ્યાંકન જરૂરી

રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેનની ટક્કરે એક સિંહનું મોત અને એક સિંહ ઘાયલ થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ... આ ઘટના બાદ સિંહોની સુરક્ષાને લઇને ફરીએકવાર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ મામલે બોલતા કહ્યુ કે આ રૂટ પર પસાર થતી ટ્રેનો માટે જે ગતિ મર્યાદા નિર્ધારિત કરાઇ છે તેનું મુલ્યાંકન થવું જોઇએ.

Advertisement

તેમણે કહ્યું કે રાજુલા-પીપાવાવ પાસે અવારનવાર આવી ઘટના ઘટતી હોય છે. કારણ કે આ ટ્રેક ઉપર વાઇલ્ડ એનિમલ અને ખાસ કરીને લાયનનો કોરિડોર છે.. અને રાતના સમયે અહીં ટ્રેનની ગતિ વધારે હોય છે. રાતના સમયે બાંધેલી મર્યાદા કરતા પણ વધારે સ્પીડથી ડ્રાઇવરો ચલાવતા હોવાનું તેમણે કહ્યું.. સાથે જ કહ્યું કે જો બાંધેલી સ્પીડ પર ડ્રાઇવર ટ્રેન ચલાવે તો આવી ઘટનાઓ રોકી શકાય ..

Advertisement

ગઇકાલની ઘટનાઓ જેવી ઘટના વારંવાર ઘટે છે.. તેમણે કહ્યું કે આને લઇને રેલવે વિભાગને લેખિત રજુઆત કરેલી છે... રેલવે મિનિસ્ટરને પણ રજુઆત કરેલી છે..અને વડાપ્રધાનનું ધ્યાન પણ દોર્યુ છે.. દરેક બાજુએ બાઉન્ડ્રી બંધાવી નહીં શકાય.. એક સિંહની કિંમત માણસ કરતા પણ વધારે છે.. માટે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મુળુભાઇ બેરા તેમજ વડાપ્રધાનશ્રીને વિનંતી કરુ છું..

Advertisement

રેલવે સેવકો દ્વારા રેલવેના લોકો પાઇલટને ટોર્ચ લાઈટ મારી જાણ કરવામાં આવી હતી, જેને પગલે પાઇલટ દ્વારા ઇમર્જન્સી બ્રેક મારવામાં આવી હતી. ત્યારે 2 સિંહ સલામત રીતે બચી ગયા હતા, જ્યારે એક નર સિંહનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું અને અન્ય એક સિંહ ઇજાગ્રસ્ત થતાં જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ તમામ સિંહો 1થી 3 વર્ષના હતા.

આ પણ વાંચો---આજે રાષ્ટ્રીય કેરી દિવસ ,ગુજરાતમાં આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો

Tags :
Advertisement

.