ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં આજે કોરોનાના 58 કેસ નોંધાયા, મોત એકપણ નહીં

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કોરોના ઘટતા લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. રાજ્યમાં આજે  કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. આજે પણ રાજ્યભરમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 662  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 5 લોકો વેન્ટીલેટર પર છે. 657 લોકો સ્ટેબલ છે. રાજ્યàª
05:10 PM Mar 09, 2022 IST | Vipul Pandya

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે.
કોરોના ઘટતા લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. રાજ્યમાં આજે  કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. આજે પણ
રાજ્યભરમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.
ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58  કેસ નોંધાયા છે.  આ સાથે
રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો
662  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 5 લોકો વેન્ટીલેટર પર છે. 657 લોકો સ્ટેબલ છે.


રાજ્યમાં કુલ 12,11,818 લોકોએ
કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી
10,938  લોકોના મોત થયા
છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં
27, વડોદરા કોર્પોરેશનમાં 7, ડાંગમાં 5, વડોદરામાં ચાર, ગાંધીનગરમાં ત્રણ, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર
કોર્પોરેશન
, છોટા ઉદેપુર, દાહોદ,
જામનગર, નવસારી, સુરત,
સુરત કોર્પોરેશનમાં એક-એક કોરોનાનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં
કોરોનાને લીધે અત્યાર સુધી
10938 લોકોના મૃત્યુ થયા છે. તો
કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી
12 લાખ 11 હજાર 818 લોકો સાજા થઈ ગયા છે.
 


અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર
સોમનાથ
, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,
ખેડા, કચ્છ, મહીસાગર,
મહેસાણા, મોરબી, નર્મદા,
પંચમહાલ, પાટણ, પોરબંદર,
રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી
અને વલસાડમાં એકપણ કેસ નવો નોંધાયો નથી. બીજી તરફ આજે
112 દર્દીઓ
રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ
99.05
 ટકાએ પહોંચ્યો
છે. આજે
82,326 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં કોરોના રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના
5811 લોકોને રસીનો પ્રથમ અને 38,812 ને
રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
15-17 વર્ષના નાગરિકો પૈકી 1637ને રસીનો પ્રથમ જ્યારે 26,144 ને રસીનો બીજો ડોઝ
અપાઇ ચુક્યો છે.
9922 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે
રાજ્યમાં કુલ
82,326 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં
અત્યાર સુધીમાં કુલ
10,37,19,576 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

 

Tags :
CoronacaseCoronaUpdateGujaratGujaratCoronaGujaratFirstvaccination
Next Article