Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોરોનાના આજે 380 કેસ નોંધાયા, અમદાવાદમાં પણ કેસમાં ઘટાડો

છેલ્લાં 4 દિવસમાં વધતા કોરોનાના કેસ વચ્ચે આજે  કોરોનાના કેસમાં આશિક ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડા 400થી નીચે નોંધાયો છે. આજે રાજ્યમાં 380 કેસ નોંધાયા છે.  બીજી તરફ 209 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,245 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.  કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. કોરોના સામે રસીકરણમાં આજે કુલ 59,584 રસીના ડોઝ અપાયા હતા.કોરોનાને ક
ગુજરાતમાં કોરોનાના આજે 380 કેસ નોંધાયા  અમદાવાદમાં પણ કેસમાં ઘટાડો
છેલ્લાં 4 દિવસમાં વધતા કોરોનાના કેસ વચ્ચે આજે  કોરોનાના કેસમાં આશિક ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડા 400થી નીચે નોંધાયો છે. આજે રાજ્યમાં 380 કેસ નોંધાયા છે.  બીજી તરફ 209 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,245 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.  કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. કોરોના સામે રસીકરણમાં આજે કુલ 59,584 રસીના ડોઝ અપાયા હતા.

કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 20987 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2095 નાગરિકો સ્ટેબલ હાલતમાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,2456 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 
જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા 
અમદાવાદ કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશન 34, સુરત કોર્પોરેશન 59, સુરત 15, રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન 34, નવસારી 16, વલસાડ 11, ભાવનગર કોર્પોરેશન 9, બનાસકાંઠા 7, ભરૂચ 7, ગાંધીનગર કોર્પોરેશન 7, આણંદ 6, સુરેન્દ્રનગર 6, વડોદરા 6, જામનગર કોર્પોરેશન 5, અરવલ્લી 4, કચ્છ 4, મોરબી 4, અમરેલી 3, પોરબંદર 3, અમદાવાદ 2, ભાવનગર 2, ગાંધીનગર 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, ખેડા 1, મહેસાણ 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.
Advertisement
Tags :
Advertisement

.