હુ નથી થાક્યો હજી સબંઘ થી
11:32 AM 10/19/2023
* હુ નથી થાક્યો હજી સબંઘ થી
ખાસ તો ઉર્દુ ગઝલ અને અન્ય ભાષાની ગઝલોમાં બેવફાઇ વાળી રચનાઓને ભરપૂર પ્રતિસાદ મળે છે..અને મોટે ભાગે “ઉનકી બેવફાઇ”કે કિસ્સેવાળી રચનાઓ ભરમાર જોવા મળે છે..જેને તમે પ્રેમ કર્યો છે..કોઇ પણ કારણસર કે વિના કારણ
તમારા પ્રિય પાત્ર સાથે સંબધો તુટે છે..ત્યારે મોટે ભાગે જો કોઇ સામાન્ય માણસ હોય જે કવિ નથી..જેને લખતા આવડતુ નથી..એ મોટે ભાગે શરાબ કે અન્ય કોઇ પાત્ર સાથે જોડાય જશે…પણ જે કવિ કે ગઝલકાર છે…એ લોકો પોતાના એક સમયના પ્રિય પાત્ર માટે નફરત કે બેવફાઇની વાતોને સાંકળીને ગઝલ કે કવિતા લખે છે….હા.આવી રચનાઓમાં ચોક્ક્સ દર્દ નજરે ચડે છે..પણ મારૂ એવુ માનવુ છે કે જેને તમે પ્રેમ કર્યો છે અથવા કરતા હતા..એના માટે ફરિયાદ હોઇ શકે પણ નફરત ના હોય શકે…સાચો પ્રેમ એ જ છે કે તમારા પ્રિય પાત્રની ખૂશી ઇચ્છતા રહેવાની હોય છે….એ પછી એ પાત્ર તમારા જીવનમા હોય કે ના હોય એ જરૂરી નથી…કારણકે જો સાચો પ્રેમ હોય તો ત્યા બેવફાઇનુ સ્થાન નથી..
મોટા ભાગના પ્રેમ સંબંધો તૂટવાના એક કરતા ઘણા કારણો હોય છે..પહેલુ કારણ પ્રેમીમાં ધીરજનો અભાવ..બીજુ વધારે પડતો માલિકીભાવ(પઝેસિવનેશ),ત્રીજુ કારણ શંકા,ચોથુ કારણ સામે વાળાની અનૂકૂળતા જોયા વિના સતત એની સાથે કનેક્ટ રહેવાની વૃતિ અને આ સિવાય ઘણા એવા
પરિબળો છે જે તમારા સંબધોને મજબૂત બનાવવામાં બાધારૂપ બની શકે છે….
પ્રેમની વિશાળતા દરિયાના પટથી વધુ
પ્રેમની વિશાળતા નભના ઘેરાવાથી મોટી લાગે છે…પ્રેમની લંબાઇ દુનિયાની તમામ સડકોથી લાંબી લાગે છે….ટુકમાં પ્રેમને પરિસિમામાં બાંધી ના શકીએ…પ્રેમને કોઇ પરિમાણમાં આંકી ના શકાય….દુનિયામાં પ્રેમ અને લાગણી બે જ એવી વસ્તુ છે
જે પૈસાથી મળતી નથી…...પૈસા આપીને સ્ત્રીના દેહને ખરીદી શકો છો….દહેજનો દલ્લો આપીને કોઇ ગરીબ કન્યાને પરણી શકો છો…પણ કોઇ પણ સ્ત્રી કે છોકરીના હ્રદયને કે હ્રદયમાંથી નીકળતા પ્રેમને પૈસાથી ખરીદી શકતા નથી….એના માટે
જોઇએ દિલમાં કદી ના ખૂટી શકે…અને લૂટતા પણ વધતી રહે એવી 'પ્રેમની દોલત'. જેને હદયની લાગણીની તીજોરીમાં જ સાચવી શકાય છે….પ્રેમની દોલત આપવાની હોય ત્યારે પ્રથમ લાગણીની તીજોરી ખોલવી પડે છે…તો જ પ્રેમની દોલત કોઇને આપી શકીએ છીએ..
પ્રેમમાં જો માફ કરવાની ભાવના ન હોય તો કદી તમે સાચો પ્રેમ કરી શકવાના નથી અને કદી સાચો પ્રેમ પામી શકવાના નથી.સ્ત્રી પુરુષોની મિત્રતાની શરૂઆત થતા લાગણીઓના તતુંઓથી જોડાતા રહીએ છીએ..અને મોટે ભાગે એવુ બને છે..સામે વાળી વ્યકિતનુ પદ કે
એની હેસિયત કે એનો સામાજીક મોભો જાણ્યા વિના એની નજીક જવાની કોશિશ કરીએ છીએ…જ્યારે પાત્રોમાં સમાનતાનો અભાવ હોય ત્યારે આવી વ્યકિતોના સંબંધોમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે..અને ટુક સમયમાં બે પાત્રનુ અસ્તિત્વ ફકત ફ્રેન્ડલિસ્ટ પુરતુ જ મર્યાદિત
થઇ જાય છે..
* પ્રેમમાં આવી કડવાશને કોઇ સ્થાન જ નથી
પહેલા તો પ્રેમીઓના સંબધો તુટતા એને વાચા આપવા માટે કોઇ એવુ મજબૂત પ્લેટફોર્મ નહોતુ..ફેસબુક જેવા સોશિય મીડિયાને કારણે પ્રેમ અને ધીકાર જતાવવાનુ મજબૂત પ્લેટફોર્મ મળ્યુ છે…
પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે. તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અઘરી પડે, પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખૂલી ગયો છે.
લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી.પાનવાળાની દુકાને ઉભા રહીને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દુના શેર ચરકતા રહેવું ઠીક છે, બાકી લવ એ જૂદી ચેલેન્જ છે.
એમાં થોડા મર્દ બનવું પડે છે..”!
*પ્રેમ એટલે શુ?
તુ નહોતી ત્યારે હુ હતો અનેક પાનાઓથી ભરેલી મુખપુષ્ઠ અને ટાઈટલ વિનાનીએક કિતાબ….જેને કોઇએ વાંચવાની તસ્દી લીધી નહોતી. તુ આવી તારા નામ સાથે ને મારી ટાઇટલ બની અને લાગણીઓનુ મુખપુષ્ઠ બન્યુ.
તારી સાથેની વાતો અને મુલાકાતોના ઘટનાઓના પ્રકરણ બન્યા હવે મને અનેક લોકો વાંચે છે અને વાંચીને સમજવાની કોશિશ કરે છે
“મહોરતરમાં”ના ટાઇટલ કિતાબ જેવો ખૂબ વચાંતો એક ગ્રંથ બની ગયો છુ..
* પ્રેમમા મર્દ બનવુ એટલે?
લવ એ જૂદી ચેલેન્જ છે.એમાં થોડા મર્દ બનવું પડે છે..”!
આ મર્દાનગીનો મતલબ એ નથી કે હથિયારોથી કોઇ લડાઇ લડવાની છે પ્રેમમા મર્દ બનવુ એટલે…જેને પ્રેમ કરો છો એને સંપુર્ણ આધિન રહેવુ મર્દાનગી છે..જેને પ્રેમ કરો છો એનો જેવો પણ સ્વભાવ હોય એને અનૂકૂળ થવુ મર્દાનગી છે ..જેને પ્રેમ કરો છો
એને એકસક્યુઝ થવાનો અધિકાર ના આપવો એને હમેશા હુકમની અધિકારી બનાવો એ મર્દાનગી છે ..જેને પ્રેમ કરો છો એને તમારે કારણે નીચાજોણુ ના થવુ જોઇએમર્દાનગી છે એ …તમારે એની જરૂર છે એના કરતા એને તમારી કેટલી જરૂર છે એને પ્રાધાન્ય
આપવુ મર્દાનગી છે….જેને પ્રેમ કરો છો એના માટે તમારૂ પદ,તમારૂ સ્ટેટસ,તમારો અહમ,એ બધુ પાછળ છોડવુ પડે એ મર્દાનગી છે …
સાચો પ્રેમ હોય એ કદી તમોને છોડીને નહી જાય..સાચો પ્રેમ હમેશા એકત્વલક્ષી હોય છે..અને મોટે ભાગે આકર્ષણલક્ષી પ્રેમ હોય ત્યા જ તુટભાંગની શક્યતા રહે છે..સામાન્ય વાતોમાથી મોટા ઝઘડા સુધી પહોચતા વાર લાગતી નથી….અને એકત્વલક્ષી પ્રેમ હોય ત્યા
ઝઘડા કે વિખવાદનુ કારણ પ્રેદા થતુ નથી… એકત્વલક્ષી પ્રેમમાં શરીર કરતા સાનિધ્યનો આંનંદ ઉચ્ચકક્ષાનો હોય છે…ઝંખનાઓનો દરિયા જેવો ઘમધમાટ હોય છે પણ ફકત પળભરની ગુફતુગુમાં આ દરિયા જેવી ઝંખનાઓ કલરવતા ઝરણા જેવી બની જાય છે…
પ્રેમ એ આપણાની જ પૂરેપૂરી પ્રવૃતિ છે અને બહું નાજુક ચીજ છે.તેને પીંખી શકાય નહીં.તેની પીંજણ ન થાય.જો વ્યકિત ભાવૂક કે ચંચળ ન હોય તો તેનો પ્રેમ રીતે સંવેદના વાળૉ હોય શકે?જો વ્યકિતમાં ગહેરાય ન હોય તો તેના પ્રેમમાં કયાંથી ઉંડાણ હોય.માનવી
જેવા હોય તેવા તેનો પ્રેમ હોય છે.અલગ અલગ માનવીઓના અલગ પ્રેમ હોય શકે.એટલે પ્રેમની ભાત ઉપરથી નક્કી થઇ શકે કે માનવી કેવો હોય?
હુ નથી થાક્યો હજી સબંઘ થી
લાકડી અળગી કરો ના અંધ થી–
પ્રેમ,એ તો આરાઘના છે તેમાં ડૂબી જાઓ તો જ તેની મહત્તા સમજી શકો..