Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખોટા દસ્તાવેજો-માહિતીથી VISA લેશો તો પરિણામ ભોગવવું પડશે

નકલી એડમિશન કેસ (Fake Admission Case) માં કેનેડિયન ઓથોરિટી (Canadian Authority) એ કથિત રીતે 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) ને ભારત પરત જવાનો આદેશ (Deportation Order) આપી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશમાં પ્રવેશ મેળવવા...
ખોટા દસ્તાવેજો માહિતીથી visa લેશો તો પરિણામ ભોગવવું પડશે

નકલી એડમિશન કેસ (Fake Admission Case) માં કેનેડિયન ઓથોરિટી (Canadian Authority) એ કથિત રીતે 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) ને ભારત પરત જવાનો આદેશ (Deportation Order) આપી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશમાં પ્રવેશ મેળવવા માટે નકલી એડમિશન ઑફર લેટર્સ (Fake Admission Offer Letter) બનાવ્યા હતા. આ સમગ્ર મામલો વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાયમી નિવાસ (PR) માટે અરજી કરી કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) ની તપાસમાં સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર પંજાબના જલંધર સ્થિત એજન્ટ બ્રિજેશ મિશ્રા (Brijesh Mishra) નું નામ સામે આવ્યું છે. એજન્ટ બ્રિજેશ મિશ્રાએ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 16 લાખથી 20 લાખ મેળવ્યા હતા. ભારત પરત ફરી રહેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પંજાબના છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે અને એટલે જ કેનેડા સરકાર (Government of Canada) વારંવાર ગુજરાતના અખબારોમાં જાહેરખબર આપી લોકોને છેતરપિંડીથી બચવા ચેતવણી (Fraud Alert) આપી રહી છે.

Advertisement

શું છે નવી જાહેરાતમાં
કેનેડા જવા ઈચ્છુક ગુજરાતીઓ ઠગાઈનો ભોગ ના બને તે માટે કેનેડિયન સરકારે એક અભિયાન ચલાવ્યું છે. કેનેડિયન સરકારે અખબારમાં આપેલી જાહેર ખબરમાં વિઝા એજન્ટથી સાવચેત રહેવા અપીલ કરી છે.
1. તમારા પરિચિત-વિશ્વાસુ લોકોને તેમણે જેમની સેવા-મદદ લીધા હોય તેવા વિઝા એજન્ટ (Visa Agent) ની ભલામણ કરવા કહો.
2. વિઝા સહિતની ફી અને તેની સામે અપાતી સેવાની ક્રમાનુસાર ઉલ્લેખ કરતો એક લેખિત કરાર (Written Agreement) કરો.
3. તમારી વિઝા અરજીમાં એજન્ટની માહિતી સમાવો નહિતર અરજી નકારવામાં આવી શકે છે.
4. વિઝા એજન્ટ દ્ધારા અપાતા કોરા ફોર્મ્સ કે અરજી પર સહી ક્યારેય ના કરો.
5. ખાતરી કરો કે તમારી વિઝા અરજીમાં દર્શાવાયેલી માહિતી સાચી છે.
6. વિઝા એજન્ટ તમારી અરજીને કેનેડાની ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરીને રજૂ કરે તે તમે ખુદ જોઈ-ચકાસી લો.
બોગસ એજન્ટોના દાવા
1. 100 ટકા વિઝા અપાવવાની ખાતરી આપતા ફરે છે.
2. વિઝા ઓફિસર સાથે ખાસ પરિચય-ગોઠવણ હોવાના દાવાઓ કરે છે.
3. વિઝા પ્રક્રિયા (Visa Process) ઝડપી કરાવી આપવાની ખાતરી આપે છે.
4. પરમેનન્ટ રેસિડન્સી (Permanent Residency) અપાવવાનું વચન આપે છે.
ખોટા દસ્તાવેજો જોખમ ઉભું કરશે
1. તમારા અયોગ્ય એજન્ટની સલાહ અને કાર્યવાહીઓના તમારા પર ગંભીર પરિણામો આવી શકે છે.
2. ખોટા દસ્તાવેજ અથવા ખોટી જાહેરાત કરનારાને કેનેડામાં 5 વર્ષ માટે પ્રતિબંધિત (Forbid in Canada) થઈ શકે છે અને છેતરપિંડીનો કાયમી રેકોર્ડ (Permanent Record of Fraud) બની શકે છે.
સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા કે PR માટેની કાર્યવાહી માટે કેનેડા સરકાર સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો અને ફોર્મમાં જાહેર કરાયેલી વિગતો માટે વિઝા અરજદાર (Visa Applicant) જવાબદાર ગણાય છે. ખોટા દસ્તાવેજો (Fake Document) અથવા તો ખોટી માહિતી (False Information) રજૂ કરવાની તમામ જવાબદારી અરજદારની જ હોય છે.
ગુજરાતી વિદ્યાર્થીઓ પણ શિકાર બની શકે છે
વિઝા વાંચ્છુઓની અજ્ઞાનતાનો લાભ લઈને કેટલાક લેભાગુ એજન્ટો આજે પણ ગુજરાતભરમાં સક્રિય છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે સંખ્યાબંધ બનાવટી વિઝા એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં બોગસ IELTS Exam (International English Language Testing System) રેકેટનો પર્દાફાશ થતા ગુજરાત પોલીસે કૌભાંડીઓની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) પણ વિઝા માટે નકલી માર્કશીટ અને દસ્તાવેજો બનાવતી ટોળકીને ઝડપી સમગ્ર કૌભાંડનો ઓગસ્ટ-2022માં ભાંડો ફોડ્યો હતો. આવા તો અનેક રેકેટનો પોલીસ પર્દાફાશ કરી ચૂકી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Advertisement

.