વિરાટ કોહલી હોય તો હાર નિશ્ચિત ! વિશ્વાસ ન આવતો હોય તો આંકડાઓ જોઈ લો
કોલકાતાએ 2022ની સીઝન પહેલા કાર્તિકને રીલીઝ કર્યો હતો અને ત્યારબાદ બેંગલોર એ તેની ટીમમાં લીધો હતો. જ્યારે કોલકાતાએ બેંગ્લોરને હરાવ્યું ત્યારે કાર્તિક બેંગ્લોરની પ્લેઈંગ-11નો ભાગ હતો. બેંગ્લોર ટીમના બે ખેલાડી કોહલી અને કાર્તિક આઈપીએલમાં સૌથી વધુ હારેલા ખેલાડી છે.
હારના બાદશાહ
IPLમાં એક ખેલાડી તરીકે કોહલીને સૌથી વધુ પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોહલીને 111 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બાબતમાં તેમનાથી આગળ કોઈ નથી. તેમની પોતાની ટીમનો કાર્તિક ચોક્કસપણે તેની નજીક છે. કોહલી શરૂઆતથી જ બેંગ્લોરમાં છે પરંતુ કાર્તિક દિલ્હી, મુંબઈ, ગુજરાત, કોલકાતા ફ્રેન્ચાઈઝીમાં રમ્યો છે. કાર્તિકને 109 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
હાર કરતાં વધુ જીતો
સૌથી વધુ પરાજયનો સામનો કરનારા ખેલાડીઓની યાદીમાં કાર્તિકનું નામ બેશક બીજા નંબરે છે, પરંતુ આંકડાની દૃષ્ટિએ જોઈએ તો તેણે હાર્યા કરતાં વધુ મેચો જીતી છે. કાર્તિકે IPLમાં 117 મેચ જીતી છે.IPLમાં સૌથી વધુ જીત મેળવનાર ખેલાડીઓની યાદીમાં તે પાંચમા નંબરે છે. પહેલા નંબર પર ધોની છે જેણે 136 જીત મેળવી છે. બીજી તરફ ચેન્નાઈના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના નામે 122 જીત છે. રોહિત 121 જીત સાથે ત્રીજા નંબર પર છે. ચેન્નાઈનો ભાગ જાડેજાએ 119 મેચ જીતી છે. કાર્તિક તેની પાછળ છે.