વિરાટ કોહલી હોય તો હાર નિશ્ચિત ! વિશ્વાસ ન આવતો હોય તો આંકડાઓ જોઈ લો
વિરાટ કોહલીની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલી (Virat Kohli) 2008માં આઈપીએલની શરૂઆતથી જ રમી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેના હાથમાં કોઈ ટાઈટલ આવ્યું નથી. જોકે, કોહલીના નામે...
Advertisement
વિરાટ કોહલીની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલી (Virat Kohli) 2008માં આઈપીએલની શરૂઆતથી જ રમી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેના હાથમાં કોઈ ટાઈટલ આવ્યું નથી. જોકે, કોહલીના નામે આ લીગમાં એવો રેકોર્ડ છે કે જેને કોઈ હાંસલ કરવાનું પસંદ નહિ કરે. માત્ર કોહલી જ નહીં, તેનો સાથી ખેલાડી દિનેશ કાર્તિક (Dinesh Kartik) પણ તેનાથી પાછળ નથી. કાર્તિક 2018 થી 2021 સુધી કોલકાતાનો કેપ્ટન હતો.
કોલકાતાએ 2022ની સીઝન પહેલા કાર્તિકને રીલીઝ કર્યો હતો અને ત્યારબાદ બેંગલોર એ તેની ટીમમાં લીધો હતો. જ્યારે કોલકાતાએ બેંગ્લોરને હરાવ્યું ત્યારે કાર્તિક બેંગ્લોરની પ્લેઈંગ-11નો ભાગ હતો. બેંગ્લોર ટીમના બે ખેલાડી કોહલી અને કાર્તિક આઈપીએલમાં સૌથી વધુ હારેલા ખેલાડી છે.
હારના બાદશાહ IPLમાં એક ખેલાડી તરીકે કોહલીને સૌથી વધુ પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોહલીને 111 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બાબતમાં તેમનાથી આગળ કોઈ નથી. તેમની પોતાની ટીમનો કાર્તિક ચોક્કસપણે તેની નજીક છે. કોહલી શરૂઆતથી જ બેંગ્લોરમાં છે પરંતુ કાર્તિક દિલ્હી, મુંબઈ, ગુજરાત, કોલકાતા ફ્રેન્ચાઈઝીમાં રમ્યો છે. કાર્તિકને 109 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ત્રીજા નંબર પર રોબિન ઉથપ્પા છે, જે કોલકાતા, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યો છે. તેણે 106 મેચમાં હારનો સામનો કર્યો છે. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે જે 103 મેચમાં હાર્યો છે અને ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે જે 99 મેચમાં હાર્યો છે. આમાં ટાઈ થયેલ મેચોના આંકડા સામેલ નથી.
હાર કરતાં વધુ જીતો સૌથી વધુ પરાજયનો સામનો કરનારા ખેલાડીઓની યાદીમાં કાર્તિકનું નામ બેશક બીજા નંબરે છે, પરંતુ આંકડાની દૃષ્ટિએ જોઈએ તો તેણે હાર્યા કરતાં વધુ મેચો જીતી છે. કાર્તિકે IPLમાં 117 મેચ જીતી છે.IPLમાં સૌથી વધુ જીત મેળવનાર ખેલાડીઓની યાદીમાં તે પાંચમા નંબરે છે. પહેલા નંબર પર ધોની છે જેણે 136 જીત મેળવી છે. બીજી તરફ ચેન્નાઈના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના નામે 122 જીત છે. રોહિત 121 જીત સાથે ત્રીજા નંબર પર છે. ચેન્નાઈનો ભાગ જાડેજાએ 119 મેચ જીતી છે. કાર્તિક તેની પાછળ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.