ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓફિસમાં આવે છે ઉંઘ તો આરામથી સુઈ શકે છે કર્મચારી, જાણો કયા દેશમાં આ શક્ય છે

જાપાનીઓની સ્વચ્છતા અને અન્ય સારી ટેવો તેમને બાકી વિશ્વ કરતાં અલગ બનાવે છે. જાપાનના લોકો કામમાં હંમેશા આગળ રહેતા હોય છે. જાપાની લોકો વિશે એવું કહેવાય છે કે, આ લોકો કલાકો સુધી આરામ કર્યા વિના કામ કરી શકે છે. આ...
12:59 PM Apr 08, 2023 IST | Vipul Pandya
જાપાનીઓની સ્વચ્છતા અને અન્ય સારી ટેવો તેમને બાકી વિશ્વ કરતાં અલગ બનાવે છે. જાપાનના લોકો કામમાં હંમેશા આગળ રહેતા હોય છે. જાપાની લોકો વિશે એવું કહેવાય છે કે, આ લોકો કલાકો સુધી આરામ કર્યા વિના કામ કરી શકે છે. આ કારણોસર, જાપાની ઓફિસોમાં લોકોને કામની વચ્ચે આરામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. અહીંની ઓફિસોમાં લોકોને થોડા કલાકો માટે સૂવાની આઝાદી આપવામાં આવી છે.
જાપાનના લોકો કામને ખૂબ જ પ્રાધાન્ય આપે છે
કામના કલાકો જોયા વિના કામ કરતો દેશ એટલે જાપાન. અહીં લોકો કામને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. અહીંના લોકો ઓફિસમાં ઘણીવાર કામ પૂર્ણ ન થાય ત્યા સુધી ઘરે પણ જતા નથી. આ ધરતી પર આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ઓફિસમાં કામ કરતી વખતે તમને ઊંઘ આવે તો તમે સુઈ શકો છો. તમે પણ વિચારતા હશો કે અમે તમને જે પણ કહી રહ્યા છીએ તે સાચું જ છે કે પછી હાથીના દાત ખાવાના અને ચાવવાના અલગ જેવું છે. એવું નથી કે અમે તમને કોઈ અયોગ્ય માહિતી આપીશું. વીડિયો જોયા પછી જ અમે આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ. જ્યાં લોકો તેમના કામની વચ્ચે પલંગ મૂકીને પણ સૂઈ શકે છે.
ઑફિસના પલંગમાં સૂવું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓફિસનો નજારો દેખાઈ રહ્યો છે. જ્યાં કર્મચારીઓ લાઇનમાંથી પલંગ પર સૂતા જોવા મળે છે. ત્યાં એક મહિલા કર્મચારી પલંગ સાથે સૂવા જઈ રહી છે. તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે દરેકનો પલંગ ડેસ્કની નીચે રાખવામાં આવ્યો છે. પલંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે બેડની સાથે સાથે ખુરશી પણ બની જાય. એટલે કે, જ્યારે તમને ઊંઘ આવવા લાગે છે, ત્યારે તમે તેને પલંગ બનાવી સૂઈ શકો છો. આ વીડિયો જોયા પછી તમને પણ લાગશે કે શું ભારતમાં આવું થઈ શકે છે? જુઓ, તેના વિશે હવે કંઈ કહી શકાય નહીં, પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાય છે, કદાચ એક દિવસ તે થશે. જોકે, અત્યારે તો આવી કોઈ શક્યતા નથી.
યુઝર્સે જવાબો આપ્યા
આ વીડિયો એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયો પર લોકોના જવાબો પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અરે શું તમને લાગે છે કે અમે નિદ્રા લઈએ છીએ? ના અમે નથી લઇ રહ્યા, અમે કામ કરીએ છીએ, અમે કામ કરીએ છીએ. કોઈપણ રીતે અમને દિવસમાં માત્ર 3 કલાકની ઊંઘ જોઈએ છે. એક યુઝરે લખ્યું કે તે ઠીક છે, પરંતુ તમે કેવી રીતે કામ કરો છો? આવી ખુરશી સાથેનું ટેબલ નકામું છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સના જવાબો આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો - પટના રેલ્વે સ્ટેશન પર ચાલેલા Porn વીડિયો પર હવે તે જ ફિલ્મની Adult સ્ટારે બોલ્ડ ફોટા સાથે કર્યું ટ્વીટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article