Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Human trafficking-99 બાળકો લઈ જતાં 5 મૌલવિઓની ધરપકડ

Human trafficking-માનવ તસ્કરી. બાળકો સહેલાઈથી શિકાર બની જાય અને એ  ય ગરીબ અને અનાથ બાળકો.બિહારના અલગ અલગ જિલ્લાઓમાંથી 99 બાળકોને બસ દ્વારા સહારનપુર લઈ જઈ રહેલા પાંચ મૌલવીઓને શુક્રવારે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માનવ તસ્કરી વિરોધી વિભાગે દ્વારા પકડ્યા...
12:52 PM Apr 27, 2024 IST | Kanu Jani

Human trafficking-માનવ તસ્કરી. બાળકો સહેલાઈથી શિકાર બની જાય અને એ  ય ગરીબ અને અનાથ બાળકો.બિહારના અલગ અલગ જિલ્લાઓમાંથી 99 બાળકોને બસ દ્વારા સહારનપુર લઈ જઈ રહેલા પાંચ મૌલવીઓને શુક્રવારે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માનવ તસ્કરી વિરોધી વિભાગે દ્વારા પકડ્યા હતા. તમામ બાળકોની ઉંમર નવથી 12વર્ષની વચ્ચેની છે.

તમામને લખનઉના મુમતાઝ આશ્રયસ્થાનમાં રાખવામાં આવ્યા છે. પોલીસ મૌલવીઓની પૂછપરછ કરવામાં અને સમગ્ર રેકેટની માહિતી મેળવી રહી છે. આ રેકેટ દેશવ્યાપી હશે  અને કોણ દ્વારા ચલાવાઇ રહ્યું છે એ શોધવા પોલીસ તપાસના ચક્રો ગતિમાન થયાં છે. 

કમિશનના સભ્ય ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું કે મિશન મુક્તિ ફાઉન્ડેશન નવી દિલ્હીના ડાયરેક્ટર વીરેન્દ્ર સિંહની સૂચના પર બિહારના અરરિયા અને પૂર્ણિયાથી લાવવામાં આવી રહેલા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

બાળ કલ્યાણ સમિતિના સભ્ય ડૉ. સુચિતા ચતુર્વેદીને માહિતી મળી હતી કે બિહારના અરરિયા અને પૂર્ણિયાથી સહારનપુરના દેવબંદમાં ઘણા બાળકોને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે. તેણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને આ બાબતે જાણ કરી હતી.

અયોધ્યા પોલીસમી ટીમ અને એકમે શહેરના મોટી દેવકાલી સ્થિત હાઇવે પર એક બસને રોકી હતી. બસમાં 95 બાળકો મળી આવ્યા હતા અને તેની સાથે પાંચ મૌલવીઓ હતા. સંયુક્ત ટીમ તમામ બાળકો અને મૌલવીને પૂછપરછ માટે સિવિલ લાઈન્સ લઈ ગઈ, જ્યાં કલાકો સુધી પૂછપરછ ચાલી હતી.

આ પણ વાંચો- Jammu and Kashmir: ઘરો અને રસ્તાઓમાં અચાનક પડવા લાગી તિરાડો, જાણો શું છે કારણ?

Next Article