Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો જો સાચવજો, દેશમાં વધ્યા કોરોનાના કેસ, આજે નોંધાયા 8 હજારથી વધુ કેસ

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ આજે 8 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. સમગ્ર દુનિયા કોરોનાના આતંક વચ્ચે પીસાઇ છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેના કેસ ભારતમાં ઓછા થઇ ગયા
જો જો સાચવજો  દેશમાં વધ્યા કોરોનાના કેસ  આજે નોંધાયા 8 હજારથી વધુ કેસ
દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ આજે 8 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. 
સમગ્ર દુનિયા કોરોનાના આતંક વચ્ચે પીસાઇ છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેના કેસ ભારતમાં ઓછા થઇ ગયા હતા. કહેવાતું હતું કે, વેક્સિનેશનમાં વધારો થવાના કારણે આ કેસ ઓછા થઇ ગયા છે. પરંતુ હવે અચાનક જ દૈનિક કોરોનાના કેસમાં વૃદ્ધિ આવવા લાગી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8,329 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે ગઈકાલથી 9.8% નો વધારો દર્શાવે છે. આ સાથે મહારાષ્ટ્રમાં 3,000 થી વધુ કેસ સાથે સૌથી વધુ તાજા સંક્રમણના કેસ નોંધાયા છે. 
Advertisement

ભારતમાં કુલ COVID-19 કેસલોડ 4,32,13,435 છે, જેમાંથી સક્રિય કેસલોડ 40,370 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4,103 નો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 મૃત્યુ નોંધાયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 5,24,757 પર પહોંચી ગયો છે. ભારતનો રિકવરી રેટ હવે 98.69% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,216 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,48,308 થઈ ગઈ છે.
દેશમાં સૌથી વધુ કેસ નોંધાતા ટોચના પાંચ રાજ્યોમાં 3,081 કેસ સાથે મહારાષ્ટ્ર, 2,415 કેસ સાથે કેરળ, 655 કેસ સાથે દિલ્હી, 525 કેસ સાથે કર્ણાટક અને 327 કેસ સાથે હરિયાણા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી, આ પાંચ રાજ્યોમાંથી 84.08% નોંધાયા છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 36.99% નવા કેસ નોંધાયા છે. 
ભારતે છેલ્લા 24 કલાકમાં કુલ 15,08,406 ડોઝ આપ્યા છે, અને કુલ ડોઝની સંખ્યા 1,94,92,71,111 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,44,994 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.