ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમારૂ પાન આધાર સાથે લિંક છે કે નહી? આવી રીતે કરો ચેક

PAN-Aadhaar Linking Status : પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજીયાત થઈ ગયું છે જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે તરત તેને લિંક કરાવી લેવું જોઈએ કારણ કે તેની ડેડલાઈન 31 માર્ચ 2023 સુધી...
05:00 PM Apr 08, 2023 IST | Vipul Pandya
PAN-Aadhaar Linking Status : પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજીયાત થઈ ગયું છે જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે તરત તેને લિંક કરાવી લેવું જોઈએ કારણ કે તેની ડેડલાઈન 31 માર્ચ 2023 સુધી જ છે. 31 માર્ચ સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહી કરાવવા પર પાનકાર્ડને ઈનવેલિડ કે ઈનઓપરેટિવ માનવામાં આવશે. તેનો ઉપયોગ કોઈ પણ આર્થિક ટ્રાન્ઝેક્શનમાં કરી શકશો નહી. તમારૂ આધાર અને પાન લિંક છે કે નહી તે તમે ઘરે બેઠા પણ જાણી શકો છો.
અનેકવાર વધારમાં આવી ચુકી છે ડેડલાઈન
પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન અનેકવાર વધારવામાં આવી ચુકી છે પણ ગત વર્ષે સરકારે આની ડેડલાઈન વધારવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે તેના માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. હાલ 31 માર્ચ સુધીનો સમય છે અને આ વખતે જો કોઈ પણ વ્યક્તિ આધારને પાન સાથે લિંક કરવાનું ચુકી જશે તો 1લી એપ્રીલ 2023થી તેને અમાન્ય જાહેર કરી દેવામાં આવશે.
PAN-Aadhaar લિંક છે કે નહી? આવી રીતે કરો ચેક
જો તમને યાદ નથી કે તમે આધાર અને પાન લિંક કરાવ્યું છે કે નહી તો તમે જાતે ચેક કરી શકો છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જાણી શકો છો કે તમારું આધાર અને પાન લિંક છે કે નહી.
SMS દ્વારા
તમારા મોબાઈલમાં UIDPAN ટાઈપ કરી 567678 કે 56161 પર ટેક્સ મેસેજ સેન્ડ કરવાથી તમે જાણી શકશો. જો તમારું પાન અને આધારલિંક હશે તો "ITD ડેટાબેઝમાં આધાર પહેલાથી જ PAN (નંબર) સાથે લિંક (સંકળાયેલું) છે. અમારી સેવાઓનો ઉપયોગ કરવા બદલ આભાર" તેવો મેસેજ મળશે. જો નહી હોય તો "આધાર... ITD ડેટાબેઝમાં PAN (નંબર) સાથે લીંક (સંકળાયેલ) નથી. તેવો મેસેજ મળશે.
ઓનલાઈન સ્ટેટસ ચેક કરો.
UIDAI વેબસાઈટ https://uidai.gov.in પર જઈને Aadhaar Services કેટેગરીમાં Aadhaar Linking Status સિલેક્ટ કરી તેમાં તમારો આધાર નંબર લખીને Get Status પર ક્લિક કરો, જે પછી પાન નંબર અને કેપ્ચા કોડ ઉમેરી Get Linking Status પર ક્લિક કરશો એટલે તમે જાણી શકશો કે તમારું આધાર અને પાન લિંક છે કે નહી.
આધાર અને પાનને કેવી રીતે લિંક કરશો?
આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી સરળ રીત આવકવેરા વિભાગની વેબસાઈટ આપવામાં આવી છે. સૌથી પહેલા આવકવેરા વિભાગની ઈફાઈલિંગ સાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને અહીં ડાબી બાજુના ટેબલમાં ક્વિક લિંક્સમાં જઈને લિંક આધાર પર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ખુલી જશે. જેમાં તમારું આધાર અને પાન નંબર લખીને વેલિડેટ બટન પર ક્લિક કરો, જો તમારું નામ, જન્મ તારીખ અને સરનામું બધુ જ મેચ થતું હશે તો એક ઓટીપીના મારફતે લિંક ઓપ્શન આવશે. જે પછી તમારું આધાર અને પાન લિંક થઈ જશે અને જો આધાર અને પાનના ડેટા મેચ નહી હોય તો સૌથી પહેલા કોઈ એક કાર્ડમાં સુધારો કરાવવો પડશે જે બાદ આ પ્રક્રિયા અનુસાર બંને કાર્ડ લિંક કરાવી શકશો. આ સિવાય તમે તમારા CA અથવા ફાઈનાન્સિયલ સલાહકારની મદદથી પણ આ કામ કરી શકો છો.
આ પણ વાંચો - અમેરીકામાં બેંકિંગ સંકટ બાદ RBI ગવર્નરે ભારતીય બેંકોને ચેતવી, કહી આ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article